Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

સુરતના લસકાણામાં 26 વર્ષીય યુવાને મામા-ભાણેજના સંબંધ પર કલંક લગાવ્યું: 14 વર્ષીય સગી ભાણકી પર બળાત્કાર કરતા અરેરાટી

સુરત:લસકાણા ગામમાં બાળપણથી જ બહેનના પરિવાર સાથે રહેતા ૨૬ વર્ષીય યુવાને માતા-પિતા અને ભાઈ સાથે અગાશીમાં સૂતેલી ૧૪ વર્ષીય ભાણેજ સાથે દુષ્કર્મ કર્યુ હતુ. તરૂણીએ ગત બપોરે પરિવારને જાણ કરતા પરિવારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાણેજ સાથે દુષ્કર્મ કરનાર મામાની ધરપકડ કરી હતી.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરત જીલ્લાના કામરેજ તાલુકાના લસકાણા ગામમાં ભાડાના મકાનમાં રહેતા શ્રમજીવી પરિવારની ૧૪ વર્ષીય તરૂણી નિર્ભયા (નામ બદલ્યું છે) ગત રવિવારે માતા-પિતા, ભાઈ અને વર્ષોથી તેમના પરિવાર સાથે જ રહેતા અને લુમ્સના કારખાનામાં કામ કરતા સગા મામા સુનિલ હીરાલાલ બોરસે (ઉં.વ.૨૬) સાથે મકાનની અગાશીમાં સૂતી હતી. દરમિયાન રાત્રિના એક વાગ્યે સુનિલે નિર્ભયા સાથે દુષ્કર્મ કર્યુ હતુ.

નિર્ભયાએ ગત સવારે આ અંગે પરિવારને જાણ કરી ન હતી. પરંતુ ગત બપોરે પરિવારને જાણ કરતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા. નિર્ભયાના પરિવારજને આ અંગે ગત મોડીરાત્રે સરથાણા પોલીસમથકમાં સુનિલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અપરિણીત સુનીલની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીઆઈ એન.ડી. ચૌધરી કરી રહ્યા છે.

(5:23 pm IST)