Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

અમદાવાદમાં 12 પાકાં રહેણાક સહિતનાં દબાણ દૂર કરી રિઝર્વ પ્લોટ ખુલ્લો કરાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી રસ્તા, મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટ તેમજ પાર્કિંગગાળી જગ્યા પરના દબાણ હટાવવાની ઝુંબેશ હેઠળ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં ૧ર પાકાં રહેણાકનાં મકાન સહિતના દબાણ દૂર કરીને અંદાજે ૧પ૭૦ ચો.મી. પ્લોટને ખુલ્લો કરાયો હતો.

 એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ સ્ટેડિયમ વોર્ડમાં આવેલી ટીપી નં.ર૮ના ફાઇનલ પ્લોટ નં. પ૭ર, પ૭૩, પ૭૪માં ગઇ કાલે સ્થાનિક પોલીસની મદદથી ત્રાટક્યા હતા. આ પ્લોટમાં ગેરકાયદે ઊભા થયેેલ ૧ર પાકાં રહેઠાણનાં મકાન, ૧૮ ઓટલા અને નવ ક્રોસવોલને દૂર કરી અંદાજે ૧પ૭૦ ચો.મી. પ્લોટની જગ્યાને ખુલ્લી કરાઇ હતી.

  આ મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટમાં થયેલા દાયકાઓ જૂના દબાણને તોડવા માટે તંત્ર દ્વારા જેસીબી મશીન, દબાણની ગાડી તેમજ ખાનગી મજૂરોને કામે લગાડાયા હતા. આ ઉપરાંત તંત્ર દ્વારા નવરંગપુરા વોર્ડમાં આવેલા પાર્કર હાઉસ બિલ્ડિંગની હોલો‌િપ્લન્થમાં પાર્કિંગની જગ્યામાં ઊભું કરાયેલું ૭૦ ચો.મી.નું ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરીને પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાઇ હતી.

  જ્યારે દક્ષિણ ઝોનમાં સત્તાવાળાઓએ બહેરામપુરા પોલીસચોકી ચાર રસ્તાથી મેલડી માતાના મંદિર સુધી બંને બાજુના અને વટવા ગામ તળાવથી રિંગરોડ સુધી અને કેદારમ્-૪થી મહાલક્ષ્‍મી તળાવથી મીડકો સુધીના રૂટ પર ટ્રાફિકને અડચણરૂપ ૧પ કાચા-પાકા શેડ, ર૦ ઓટલા, ૧પ ક્રોસ વોલ, ૬ બોર્ડ અને ૧૯ બેનર્સ વગેરે હટાવાયાં હતાં

(3:41 pm IST)