Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

રાજ્યમાં ભારે વરસાદનું સંકટ ટળ્યું: આગામી બે દિવસ સુધી થશે સામાન્ય વરસાદ

2જી સપ્ટેમ્બરે લો પ્રેસર બનશે જો સક્રિય થશે તો ફરીવાર ભારે વરસાદની શકયતા

 

અમદાવાદ : રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં ભારે વરસાદનું સંકટ ટળ્યું છે. આગામી બે દિવસ રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે. ઓરિસ્સામાં લો પ્રેશર નબળુ થતાં રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 2જી સપ્ટેમ્બરે વધુ એક લો પ્રેશર બની રહ્યું છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે તો રાજ્યમાં ફરી વાર ભારે વરસાદ આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને આધારે કહી શકાય કે મેઘરાજા ચારે બાજુ પોતાની કૃપા વરસાવી રહ્યાં છે. ત્યારે છેલ્લાં એક બે દિવસથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ગુરૂવારનાં રોજ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે તેવી આગાહી કરી હતી. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુરૂવારનાં રોજ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરી હતી. મહત્વનું છે કે ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડવાનો છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો છે. કહી શકાય કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 94 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

જો કે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનાં એંધાણને લઇ આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ભારે વરસાદની આગાહી હતી. પરંતુ હવે તે સંકટ ગુજરાતને માથેથી ટળી ગયું છે. એટલે કે આગામી બે દિવસ રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે. પરંતુ જો 2જી સપ્ટેમ્બરે વધુ એક લો પ્રેશર બનવાની શક્યતા છે તો તે લો પ્રેશર સિસ્ટમ જો સક્રિય થશે તો રાજ્યમાં ફરી વાર ભારે વરસાદ થાય તેવી શક્યતા છે.

(10:40 pm IST)