Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

નર્મદાના નીર વાસણા બેરેજમાં સંગ્રહ : પાણીના સ્ટોરેજથી અમદાવાદના 111 ગામોને સિંચાઈ સુવિધાનો મળશે લાભ

ફતેહવાડી કેનાલ મારફતે છોડવામાં આવેલા પાણી દ્વારા ૮૨ હજાર એકર જેટલી જમીનમાં સિંચાઇ શક્ય બની

 

અમદાવાદ : સાબરમતી નદીમાં છોડવામાં આવેલ નર્મદાના પાણી વાસણા બેરેજ ખાતે મોટાપાયા પર સંગ્રહીત થાય છે. બેરેજ ખાતે સંગ્રહીત થયેલા પાણીના જથ્થાને સાબરમતી નદીના ડાઉન સ્ટ્રીમમાં આવેલા ગામોમાં ખેડૂતો દ્વારા વાવવામાં આવેલ ડાંગર અને ઘઉંના ખેતરમાં સિંચાઇ માટે ફતેહવાડી કેનાલ મારફતે છોડવામાં આવે છે

 હાલ વાસણા બેરેજમાં પાણીની આવક વધતા બે દરવાજા ખોલીને ,૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ફતેહવાડી કેનાલ મારફતે છોડવામાં આવેલા પાણી દ્વારા ૮૨ હજાર એકર જેટલી જમીનમાં સિંચાઇ શક્ય બની છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઇ, સાણંદ, બાવળા, ધોળકા અને વિરમગામ તાલુકાના ૧૧૧ ગામોને ડાંગર તેમજ ઘઉંમાં સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ બન્યું છે

(11:28 pm IST)