Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

અમદાવાદના ઠક્કરનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક જવનનો લાંચ લેતો વિડિઓ વાયરલ

 

અમદાવાદઃ શહેરનાં ઠક્કરનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસકર્મીનો લાંચ લેતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં TRB જવાન લાંચ લેતો દેખાઈ રહ્યો છે.ટ્રાફિક પોલીસકર્મીએ બાઈક ચાલક પાસેથી રૂપિયા લીધા હતા.જેનો કોઈ સ્થાનિકો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ચાર રસ્તા પર કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરાથી ટ્રાફિક નિયમ તોડતા મેમો આવતો હોય છે. કેમેરા હોવા છતાં પણ પોલીસ દ્વારા દાદાગીરી કરીને લાંચ લેવામાં આવે છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસકર્મી વિરૂદ્ધ કાર્યવાહી થશે તે આગામી દિવસોમાં જોવાનો રહેશે.

(11:29 pm IST)