Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ગુજરાતનું ગૌરવ ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના ઘરે નથી ગેસ :નળિયાવાળા મકાનમાં રહેનારે કર્યું વિશ્વમાં નામ રોશન

ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડનો સંઘર્ષ જીવતું ઉદહારણ છે. અાજે તેણીના ઘરમાં ચૂલા પર મા રાંધીને દીકરીને ખવડાવે છે. ઘરમાં કોઈ સુવિધા નથી. અામ છતાં દિકરી પાછળ અા માબાપ તનતોડ મહેનત કરે છે. અનેક કઠણાઈઅો વચ્ચે જીવતી સરિતાના અનેક અરમાનો છે. જેને પૂરા કરી શકે તેવી સ્થિતિમાં નથી. સામાન્ય નળિયા વાળા ઘરમાં રહેતી સરિતાઅે ગુજરાતનું નામ દુનિયામાં રોશન કર્યું છે.

કરાડી આંબા ગુજરાતના ડાંગ જિલ્લાનું આ ગામ છે. જ્યાં માત્ર પાંચ વર્ષ પહેલાં તો વિજળી પહોંચી છે. જ્યાં ચોમાસામાં 2-3 દિવસ સુધી ગામ સંપર્ક વિહોણું થાય એ પણ સામાન્ય વાત છે અને આ ગામ છે. એશિયન ગેમ્સમાં મેડલ અને ગૌરવ અપનાવનાર સરિતા ગાયકવાડનું અા ગામ છે.

(10:36 pm IST)