Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા ઈન્ટરવ્યું માર્ગદર્શન તાલિમ શિબિરનું આયોજન

જી.પી.એસ.સી. ના ચેરમેન દિનેશ દાસા દ્વારા યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષા અને ઈન્ટરવ્યુ અંગેની તૈયારી અંગે અપાશે માર્ગદર્શન

ગાંધીનગર : રાજ્યમાં મોટી સંખ્યામાં યુવાનો સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા હોય છે. પરંતુ તૈયારી દરમ્યાન સ્પર્ધાત્મક પરિક્ષા અને તેની સાથે જોડાયેલ વિવિધ બાબતોની જાણકારી મળી રહે તથા તેમનાં મનમાં ઉદભવતા પ્રશ્નોનું સમાધાન થાય તેવા આશયથી કમિશનર યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા ઓનલાઈન માધ્યમથી ઈન્ટરવ્યું માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

  ઉમેદવારોએ પરિક્ષાની તૈયારી કેવી રીતે કરવી, પરિક્ષા દરમ્યાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું અને ઈન્ટરવ્યું માટે કેવી રીતે સજ્જ થવું જેવી વિવિધ બાબતો અંગેની ચર્ચા અને પ્રશ્નોત્તરી આ તાલીમ શિબિરમાં કરવામાં આવશે. જેનું આયોજન તારીખ ૦૨/૦૮/૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ કલાક દરમ્યાન કરવામાં ખાવ્યું છે. શિબિરમાં જી.પી.એસ.સી.ના ચેરમેન દિનેશ દાસા ઉપસ્થિત રહીને ઉમેદવારોને માર્ગદર્શન આપશે. જેમાં ઝુમ એપ્લિકેશનથી રાજ્યનાં ઉમેદવારો જોડાઈ કરી અને પોતાને મુઝવતા પ્રશ્નો પૂછી શકશે.

આ અંગેનું જીવંત પ્રસારણ ફેસબુક અને યુટ્યુબ ચેનલ તથા જીટીપીએલ ના ચેનલ નંબર – ૫૫૪ પર, ડી.એલ. નેટવર્ક પર ૫૭ર, બાવળા ઈન કેબલ પર ૦૯૮ તેમજ સદવિદ્યા  ટીવી પર જોઈ શકાશે. તેમ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે

(8:04 pm IST)