Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ગુજરાત હાઇકોર્ટના ગેટ નં 2 ઉપર 2 ઓગસ્ટ 2021 થી ઈ સેવા કેન્દ્ર શરૂ : સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ આ પેપરલેસ કેન્દ્ર દ્વારા ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાતના તમામ જિલ્લામાં ચાલતા કેસની માહિતી મળી શકશે

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના ગેટ નં 2 ઉપર 2 ઓગસ્ટ 2021 થી ઈ સેવા કેન્દ્ર શરૂ થઇ રહ્યું છે..સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ આ પેપરલેસ કેન્દ્ર દ્વારા ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાતના તમામ  જિલ્લા ન્યાયતંત્રમાં ચાલતા કેસની માહિતી હાઇકોર્ટના કામકાજના દિવસો દરમિયાન મળી શકશે . જે માટે ટોલ ફ્રી નંબર- 14616 પર ફોન કરીને માહિતી મેળવી શકાશે .

મુલાકાતીઓને પોતાના કેસની સ્થિતિ જાણવા અને હાઇકોર્ટમાં કેસોની ઇ -ફાઇલિંગ માટે સહાય મેળવવા કેન્દ્રમાં બે ટચસ્ક્રીન કિઓસ્ક અને ઇ -ફાઇલિંગ હેલ્પ ડેસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આવા  ઇ સેવા કેન્દ્રો ટૂંક સમયમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ખોલવામાં આવશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:24 pm IST)