Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

જન્મ દિવસની અનોખી ઉજવણી કરતા ભાજપના અગ્રણી દિલીપ દેસાઈ

વલસાડમાં સારી નામના ધરાવતા દિલીપ દેસાઈ પર શુભેચ્છા વર્ષા

(કાર્તિક  બાવીશી દ્વારા ) વલસાડ : આજરોજ વલસાડ જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી, પ્રભારી અને પીઢ અગ્રણી તથા વરિષ્ટ પત્રકાર તંત્રી શ્રી દિલીપભાઈ દેસાઈ ના 69 મા જન્મદિવસની અનોખી ઉજવણી છેવાડાના માનવીની સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવામાં આવી હતી.

 દિલીપભાઈ દેસાઈએ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ તેમના માતા-પિતા ના આશીર્વાદ અને તેઓનો અંતિમ ઇચ્છા મુજબ પત્ની હેમાક્ષીબેનદેસાઈ ના સથવારે સતત અવિરત ચાલુ રાખી છે.અને જિલ્લાના વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ દેસાઈએ ભિક્ષુકો સાથે જન્મદિનની ઉજવણી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડેલ છે તેમના મોબાઇલ +919099922950 પર શુભેચ્છા વરસાદ થઈ રહ્યો છે

(7:21 pm IST)