Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

અમદાવાદના એલિસબ્રિજમાં પરિણીત યુવતીને લગ્ન કરવા ધમકી આપતા યુવતીએ સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કરતા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ અમદાવાદ : એલિસબ્રિજમાં રહેતી પરિણીત યુવતીને લગ્ન કરવા યુવકે ધાકધમકી આપતા કંટાળેલી યુવતીએ તેના પિતાના ભુદરપુરાના ઘરની સાતમા માળની ગેલેરીમાંથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. એલિસબ્રિજ પોલીસે આ અંગે આરોપી સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ એલિસબ્રિજ ભુદરપુરામાં ભુદરપુરા આવાસ યોજનાના મકાનમાં રહેતા ચંદુભાઈ કે.પરમાર(42)ની દિકરી આરતી(24)ના લગ્ન અરવલ્લીમાં રહેતા વિષ્ણુભાઈ સી.ઠાકોર સાથે થયા હતા. દરમિયાન આરતીએ તેના પિતાને જણાવ્યું હતું કે અરવલ્લીમાં તેમના ફળિયામાં રહેતો દિનેશ આર. બારીયા પતિ વિષ્ણુની ગેરહાજરીમાં તેમના ઘરે આવે છે તેની સાથે સંબંધ રાખવા દબાણ કરી હેરાન કરે છે. આથી ચંદુભાઈે તેમના જમાઈ વિષ્ણનભાઈને આ અંગે વાત કરી હતી. આથી વિષ્ણુભાઈ અને આરતી અમદાવાદમાં સિંધુભવન રોડ પર ઔડાના મકાનમાં ભાડેથી રહેવા આવી ગયા હતા. ડરના કારણે દિનેશ સાથે ગયેલી આરતી ઘરે પરત આવતા ચંદુભાઈએ દિનેશના પિતાને આ ્અંગે વાત કરી હતી. બીજીતરફ 27 જુલાઈના રોજ દિનેશ ફરીથી આરતીને લઈ ગયો હતો.આથી વિષ્ણુભાઈએ દિનેશને ફોન કરતા તે આરતીને ઘરે મુકી ગયો હતો. ચંદુભાઈએ આરતીને પુછતા દિનેશ તેને આમ તેમ ફરવા લઈ ગયો હતો અને લગ્ન કરવા ધમકી આપતો હતો.

અમદાવાદના એલિસબ્રિજમાં પરિણીત યુવતીને લગ્ન કરવા ધમકી આપતા યુવતીએ સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કરતા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
અમદાવાદ : એલિસબ્રિજમાં રહેતી પરિણીત યુવતીને લગ્ન કરવા યુવકે ધાકધમકી આપતા કંટાળેલી યુવતીએ તેના પિતાના ભુદરપુરાના ઘરની સાતમા માળની ગેલેરીમાંથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. એલિસબ્રિજ પોલીસે આ અંગે આરોપી સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ એલિસબ્રિજ ભુદરપુરામાં ભુદરપુરા આવાસ યોજનાના મકાનમાં રહેતા ચંદુભાઈ કે.પરમાર(42)ની દિકરી આરતી(24)ના લગ્ન અરવલ્લીમાં રહેતા વિષ્ણુભાઈ સી.ઠાકોર સાથે થયા હતા.
દરમિયાન આરતીએ તેના પિતાને જણાવ્યું હતું કે અરવલ્લીમાં તેમના ફળિયામાં રહેતો દિનેશ આર. બારીયા પતિ વિષ્ણુની ગેરહાજરીમાં તેમના ઘરે આવે છે તેની સાથે સંબંધ રાખવા દબાણ કરી હેરાન કરે છે. આથી ચંદુભાઈે તેમના જમાઈ વિષ્ણનભાઈને આ અંગે વાત કરી હતી. આથી વિષ્ણુભાઈ અને આરતી અમદાવાદમાં સિંધુભવન રોડ પર ઔડાના મકાનમાં ભાડેથી રહેવા આવી ગયા હતા.
ડરના કારણે દિનેશ સાથે ગયેલી આરતી ઘરે પરત આવતા ચંદુભાઈએ દિનેશના પિતાને આ ્અંગે વાત કરી હતી. બીજીતરફ 27 જુલાઈના રોજ દિનેશ ફરીથી આરતીને લઈ ગયો હતો.આથી વિષ્ણુભાઈએ દિનેશને ફોન કરતા તે આરતીને ઘરે મુકી ગયો હતો. ચંદુભાઈએ આરતીને પુછતા દિનેશ તેને આમ તેમ ફરવા લઈ ગયો હતો અને લગ્ન કરવા ધમકી આપતો હતો.

(4:42 pm IST)