Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

હિંમતનગર તાલુકાના ઇલોલ નજીક યુવતીને વિધર્મી યુવકે મોબાઈલ ફોન પર મેસેજ કરી પરેશાન કરતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

હિંમતનગર: તાલુકાના ઈલોલ પાસેના કનાઈ ગામમા રહેતી એક યુવતીને ગામનાજ એક વિધર્મી યુવકે મોબાઈલ ફોન પર અવારનવાર મેસેજ કરી અને ફોટા વાયરલ કરવાની ધમકી સાથે બ્લેક મેલીંગ કરતા યુવકની હરકતોથી અને બદનામીના ડરથી ડરી ગયેલી ગામની યુવતીએ ઝેરી દવા પી જીવન ટુકાવી દેતા સમગ્ર ઘટનાથી પંથકમાં ચકચારી બની રહી હતી.
 દરમ્યાનમાં સમગ્ર ઘટનાથી યુવતીના પિતાએ શુક્રવારે હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક વિરૃધ્ધ મામલો દાખલ કરાવતા પોલીસે યુવતીને બ્લેક મેલીગ કરી મરવા માટે મજબુર કરનાર યુવક વિરૃધ્ધ ગુનો દર્જ કરીને તેની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કર્યા છે.
હિંમતનગરના ઈલોલ પાસેના કનાઈ ગામે એક પરિવારની દિકરી ગુરૃવારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતા ફરજ પરના ર્ડાકટરે મૃત જાહેર કરી હતી. દિકરીનું મોત થતા તેના પરિવારજનોમાં ભારે ગમગીની સાથે અરેરાટી છવાઈ ગઈ હતી. જયારે દિકરીના મોતની ઘટનાનું રહસ્ય પરિવારજનોને ધ્યાને આવતા યુવતીનો પરિવાર પણ સમગ્ર ઘટનાને લઈ સમસમી ઉઠયો હતો. ત્યારબાદ પરિવારજનોએ સામાજીક  રીત રીવાજ મુજબ મૃતક દિકરીના અંતિમ સંસ્કાર કર્યા હતા.

 

(4:32 pm IST)