Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

હવે કોણ બનશે હરિધામ સોખડાના સુકાની ?

પૂ. હરિપ્રસાદ સ્વામીજીના રવિવારે અંતિમ સંસ્કાર પછી રહસ્ય પરથી પડદો ઉંચકાશે : પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીનું ચર્ચાતુ નામ જો કે સૌરાષ્ટ્ર લોબી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીનું નામ ચલાવતી હોય મધ્ય ગુજરાતના સત્સંગીઓમાં ગણગણાટ

વડોદરા,તા. ૩૧: શહેર નજીકના હરિધામ સોખડાના પરમાધ્યક્ષ પૂહરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન બાદ હવે કોણ સુકાન સંભાળશે ? જે યક્ષપ્રશ્ન સત્સંગ સમાજમાં ચર્ચાઇ રહ્યો છે. અલબત્ત્।, પૂ.પ્રેમસ્વરૂપ સ્વામીજીને સત્ત્।ાની કમાન સોંપાય એવી વાત હાલમાં હોટકેક બની છે.

પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજીના  સંકલ્પે ૬ દાયકાની સખત જહેમત બાદ  હરિધામ સોખડા બીજમાંથી વટવૃક્ષ  બન્યું છે. સંજોગવસાત સ્વામીજીએ  સ્વધામ ગમન કરતા સમગ સત્સંગ  સમાજ ઘેરાશોકમાં ગરકાવ છે. આગામી  રવિવારે બપોરે પૂ.સ્વામીજીના નશ્વરદેહની અંત્યેષ્ઠી કરાશે. ત્યારબાદ  હરિધામ સોખડાના સુકાનીનું નામ  સત્ત્।ાવાર જાહેર કરાશે. એ પૂર્વ મધ્ય  ગુજરાતના કેટલાક સત્સંગીઓ-ભાવિકો  અને શ્રધ્ધાળુઓમાં એવી લાગણી પ્રવર્તી  છે કે પૂ.પ્રેમસ્વરુપ સ્વામીજીની વિતમતા, સહૃદયતા સાથે સખત જહેમતને પગલે સંપ્રદાય વિશ્વ વ્યાપી બન્યો છે. સ્વામીજી પછી પ્રેમસ્વામી બધી જ રીતે યોગ્ય છે અને સ્વામીજીની જેમ સંપ્રદાયની કાળજી લઈ ને આગળ વધારી શકે છે. જયારે બીજી બાજુ સંતોની ભૂમિ સૌરાષ્ટ્રના કેટલાક સત્સંગીઓની ભાવના એવી છે કે રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી સાથે રાજયભરમાં અનેક શિક્ષણધામોનું સફળતા પૂર્વક સંચાલન કરતા પ્રખર- પ્રેમાળ વકતા પૂ.ત્યાગવલ્લભ સ્વામીજીને હરિધામનું સુકાન સોંપાય તે જરૂરી છે. હકિકત એ પણ છે કે સંપ્રદાયનો મોટાભાગનો આર્થિક વ્યહવાર પૂ.ત્યાગવલ્લભ સ્વામી સંભાળે છે. એટલે કેટલાક ભકતો તેમને વધુ અધિકાર મળે તેમ ઈચ્છે છે. જોકે સૌથી મહત્વની વાત તોએ છે કે સંપ્રદાઈ પૈસાથી ચાલતા નથી તેના માટે પ્રેમ આવસ્યક છે .હરિધામ સોખડાના કોઠારી તરીકે પૂ.પ્રેમસ્વરુપ સ્વામીજીની નિયુકિત ખુદ સ્વામીજીએ જ કરી છે. જેથી, તેઓને જ સુકાન સોપાય એવી સંભાવના નકારી શકાતી નથી.

હવે હરિધામ સોખડાના સુકાની કોણ ? જે સંદર્ભે મંદિરના પ્રાંગણમાં કોઇ કશું જ બોલવા કે મગનું નામ મરી પાડવા તૈયાર નથી ! રવિવારે બપોરે પૂ. સ્વામીજીના નશ્વરદેહના અગ્નિસંસ્કાર કરાયા પછી રહસ્ય પરથી પડદો ઊંચકાશે.

(10:14 am IST)