Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ગાંધીનગર: સિવિલમાં નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકે તે માટે મધર મિલ્ક બેંક શરૂ કરાશે

રાજ્ય સરકાર દ્વારા મધર મિલ્ક બેન્ક ઉભી કરવા માટે પ્રથમ તબક્કામાં રૂપિયા ૪૦ લાખની ગ્રાન્ટ ફાળવાઈ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુઓને હવે માતાનું દૂધ મળી શકે તે માટે મધર મિલ્ક બેંક શરૂ કરવામાં આવશે. જેના માટેની જરૂરી મશીનરીની ખરીદી કરી દેવામાં આવી છે. અત્યાર સુધી રૂપિયા 25 લાખ રૂપિયા આપવામાં આવી છે. મિલ્ક બેંકને પગલે જે નવજાત શિશુઓ ફીટીંગ નહીં કરી શકતા હોય તેના માટે આશીર્વાદ સમાન બની રહેશે.

રાજ્યની કબ્બડી કોલેજોમાં મધર મિલ્ક બેંક ઉભી કરવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે જેના ભાગરૂપે સુરત અને મેડિકલ કોલેજમાં આ સુવિધા ઉભી કરવામાં આવી છે ત્યારે ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડીકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં મધર મિલ્ક બેંક સુવિધા ઉભી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા મધર મિલ્ક બેન્ક ઉભી કરવા માટે પ્રથમ તબક્કામાં રૂપિયા ૪૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાંથી હાલમાં માતાના દૂધને સ્ટોરેજ કરવા માટેના બે મોટા ફ્રીજ તેમજ માતાના દૂધને પેચ્યુરાઈજ કરવા માટેનું મશીન પણ ખરીદી લેવામાં આવ્યું છે વિક્રમ માતાના બેસ્ટ માંથી દૂધ કાઢવા માટે ઈલેક્ટ્રીક બેસ્ટ પંપની પણ ખરીદી કરી છે. આ મધર મિલ્ક બેંકનું આગામી ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાંમાં ઓપનીગ કરવામાં આવશે તેમ સિવિલ હોસ્પિટલના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. માતાનું વધુ માત્રામાં આવશે તો તેને પેચ્યુરાઈઝડ કરીદે દીપ ફ્રીઝ માં રાખવામાં આવશે.

માતાનું દૂધ લેવા માટે ઈલેક્ટ્રીક બેસ્ટ પંપનો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી યોગ્ય માત્રામાં અને જરૂર પૂરતું જ માતાનું દૂધ લઇ શકાશે કેમ પીડીયાટ્રીક વોર્ડના તબીબ ડો સીમાબેન શાહે જણાવ્યું છે.

(12:35 am IST)