Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

કોરોનાના કાળમાં વ્હીકલ ટેક્સની આવકમાં મોટું ગાબડું પડી ગયું

વાહનોની ખરીદી ઘટતાં કોર્પોરેશનને ભારે માર પડ્યો : પહેલી એપ્રિલથી ૨૭ જુલાઇ સુધીમાં ૧૬,૩૬૭ વાહનોના વ્હીકલ ટેક્ષ પેટે ૯,૦૬,૯૭,૫૫૫ની આવક, રોજના સરેરાશ ૧૩૯ વાહનોની ખરીદી થઈ

અમદાવાદ, તા. ૩૦ : કોરોનાના કારણે અમલમાં મુકવામાં આવેલા લોકડાઉનની અસર હજુ સુધી બજારમાં જોવા મળી રહી છે. તેની સીધી અસર વ્યક્તિની ખરીદી પર પડી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન થયેલી વ્હીક્લ ટેક્ષની આવક પરથી બાબત સ્પષ્ટ થાય છે. કોઈપણ નવું વાહન ખરીદતાંની સાથે વાહનચાલકે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં વ્હીકલ ટેક્ષ ભરવો પડે છે. ટેક્ષ ભર્યાની રસીદના આધારે આરટીઓ દ્વારા વાહનનું ફાઈનલ પાસીંગ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન વ્હીકલ ટેક્ષની આવક માત્ર .૦૬ કરોડ થઈ છે. ગત વર્ષે સમયગાળામાં આવકનો આંકડો ૨૫ કરોડથી વધુ હતો. જો લોકડાઉનનો સમય કાઢી નાંખવામાં આવે તો પણ આવક ઘણી ઓછી થઈ છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા દર વર્ષે શહેરીજનો પાસેથી વ્હીકલ (રોડ ટેક્ષ) તથા પ્રોપર્ટી ટેક્ષ ઉઘરાવવામાં આવે છે. લી એપ્રિલથી ૨૭ જુલાઇ સુધીમાં ૧૬,૩૬૭ વાહનોના વ્હીકલ ટેક્ષ પેટે ,૦૬,૯૭,૫૫૫ની આવક થઇ હતી. વાહનોના આંકડા જોતાં દરરોજ સરેરાશ ૧૩૯ વાહનો ખરીદાયા છે. તેની સામે ગત વર્ષે સમયગાળામાં ૬૯,૫૪૯ વાહનોના વ્હીકલ ટેક્ષ પેટે ૨૫, ૯૦,૫૪,૮૨૦ની આવક થઈ હતી. એટલે કે દરરોજ સરેરાશ ૫૮૯ વાહનોની ખરીદી થતી હતી. ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો વર્ષે ૧૬.૮૩ કરોડની આવક ઓછી થઈ છે. એટલું નહીં બલ્કે ૫૩,૧૮૨ વાહનોની ખરીદી પણ ઓછી થઈ હોવાનું જણાય છે.

ચાલુ નાણાંકીય વર્ષના પ્રારંભમાં લોકડાઉન હતું. લી જૂનથી અનલોક જાહેર કરવામાં આવ્યું ત્યારબાદ કોર્પોરેશન સહિતની સરકારી કચેરીઓ કે પછી ધંધાઓ પૂર્ણ રૂપે શરૂ થયા હતા. ૧લી એપ્રિલથી ૨૭ જુલાઈ સુધીના કુલ દિવસો ૧૧૮ થાય છે. તેમાંથી એપ્રિલ અને મે મહિનાના લોકડાઉનના ૬૧ દિવસો બાદ કરીએ તો ૫૭ દિવસ બાકી રહે છે. દિવસોમાં કોર્પોરેશનમાં ભરાયેલા વ્હીકલ ટેક્ષની રકમને ધ્યાનમાં લઈએ તો મહિને ખરીદાયેલા વાહનોની સંખ્યા સરેરાશ ૨૮૭ વાહનો દરરોજ ખરીદાયા હોવાનું જાણવા મળે છે. એટલે ગત વર્ષની સરખામણીમાં દરરોજ ખરીદાતા વાહનોની સંખ્યા અડધી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તથા આર.ટી.. વચ્ચે થયેલી સમજૂતી મુજબ કોર્પોરેશનનો કાયમી રોડ ટેક્ષ (વ્હીકલ ટેક્ષ)ની રસીદ જોયા બાદ આરટીઓ દ્વારા જે તે વાહનનું ફાયનલ પાસીંગ થાય છે. જેથી વાહનચાલકો અથવા તો ડીલરો વ્હીકલ ટેક્ષ સીધાં સિવિક સેન્ટરમાં ભરે છે.

વ્હીકલ ટેક્ષ ના ભર્યો હોય તો સ્વાભાવિક પણે વાહનનું પાસીંગ થઈ શકે નહીં. પરિણામે વાહનનો નંબર પણ ના મળે. તેના વગર વાહન ચલાવતાં વાહનચાલક પકડાઈ જાય તો તેને નોટીસ આપીને વ્હીકલ ટેક્ષ વસૂલ કરવામાં આવે છે.

(10:10 pm IST)