Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

માતર તાલુકાના બરોડા ગામમાં જમીન બાબતે હુમલો કરી ઇજા પહોચાડનારને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

માતર: તાલુકાના બરોડા ગામમાં સન ૨૦૧૩ માં ઘરથાળની જમીન બાબતે પાડોશીઓ વચ્ચે કોર્ટમાં કેસ ચાલતો હતો. તે દરમિયાન એક પાડોશીએ વિવાદીત જમીનમાં ડાંગરના પુળીયા નાંખતા બીજા પાડોશીએ વાંધો ઉઠાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં સાત વ્યક્તિઓએ ભેગા થઈ ચાર વ્યક્તિ પર ખુની હુમલો કર્યો હતો. આ બાબતની ફરીયાદ લીંબાસી પોલીસમાં નોંધાઈ હતી. આ કેસ નડિયાદની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આ સાતેય આરોપીને કસુરવાર ઠેરવી ૧૦-૧૦ વર્ષની સખત કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે.એક જ કુટુંબના સાત વ્યક્તિઓને સજા પડતાં નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે. 

(5:30 pm IST)