Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

સુરતના રિંગરોડ પર ચપ્પુની અણીએ મોબાઈલ લૂંટી ફરાર ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત:રીંગરોડ મજૂરા ગેટ ચાર રસ્તા પાસે હજીરાની રિલાયન્સ કંપનીના લેબ કેમીસ્ટને મોટરસાઇકલ સવાર ત્રણ લુંટારૃઓએ ચપ્પુની અણીએ મોબાઇલ ફોન લુંટી ભાગી ગયા હતા. જો કે ખટોદરા પોલીસે લુંટને બદલે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કંપનીની બસની વાટ જોતા રિલાયન્સના કર્મચારીએ રૃા.૭ હજારનો ફોન આપવા ઇન્કાર કરતા ૩ લૂંટારુંની જાનથી મારવા ધમકી

કામરેજના વાવ ગામના શ્રીજી રો હાઉસમાં રહેતા અને હજીરાની રિલાયન્સ કંપનીમાં લેબ કેમીસ્ટ તરીકે નોકરી કરતો વિજય બંસીલાલ માલી (ઉ.વ. ૨૫) ગત રોજ વ્હેલી સવારે પાંડેસરાથી ઓટો રીક્ષામાં રીંગરોડ મજૂરા ગેટ ચાર રસ્તા આવ્યો હતો. જયાંથી તે હજીરા જવા માટે કંપનીની બસની રાહ જોઇ ઉભો હતો ત્યારે મોટરસાઇકલ પર ત્રણ લુંટારૃ ઘસી આવ્યા હતા. જે પૈકી એક લુંટારૃએ તુમ્હારે પાસ મોબાઇલ હૈ વો મુજે દે દો એમ કહ્યું હતું.

(5:28 pm IST)