Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

સિદ્ધપુરમાં દોઢ મહિનાના બાળકને કૂતરૂ ઉઠાવી ગયુ : સારવારમાં મોત

પાટણ, તા. ૩૧ : સિદ્ધપુર શહેરમાં આવેલ બ્રાહ્મણીયા પોળ વિસ્તારમાં તેજસભાઇ ધોરી નામના વ્યકિત દોઢ માસના પુત્રને તેમની માતા અને દાદીએ માલીશ કરી ઘરના અંદરના ભાગે સુવડાવ્યો હતો. જોકે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રહી ગયો હતો. જે ખ્યાલ રહ્યો ન હતો અને તેજશભાઇ તેમની પત્ની અને માતા કોઇ કામસર ઘરના ઉપરના માળે ગયા હતાં. આ દરમિયાન ઘરમાં રખડતુ કુતરૂ ઘુસી ગયું હતું અને સુઇ રહેલા માસુમ બાળકને મોઢામાં ઉઠાવીને જતું રહ્યું હતું. આ દરમિયાન આંબાવાડીમાંથી ટયુશનથી છૂટેલા વિદ્યાર્થીઓ આ કુતરાના મોઢામાં બાળકને જોતા મોઢામાંથી બાળકને છોડાવ્યું હતું અને તાત્કાલીક હોસ્પિટલ લઇ ગયા હતા. બીજી તરફ આ બાળકના પરિવારજનોને પણ જાણ થતાં તેઓ ભારે આકંદ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. જયાં  સારવાર દરમિયાન બાળકનું કરૂણ મોત નિપજયું હતું. આ ઘટનાથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળી જવા પામ્યું હતું.

(3:48 pm IST)