Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

સારા વરસાદથી વાવેતરને વેગ મળશે, રાજયમાં ૬૮ ટકા વાવણી પૂરી

અમદાવાદઃ છેલ્લા થોડા દિવસોથી સમગ્ર રાજયમાં સારો વરસાદ પડી રહ્યો છે. આ વરસાદથી ખેડૂતોનાં જીવમાં જીવ આવ્યો છે. રાજયમાં ૬૮ ટકા વાવણી પૂરી થઇ છે. દ.ગુજ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડતા આ વિસ્તારોમાં આવેલા ડેમોમાં પાણીની આવક વધી છે. રાજયનાં ૨૦૫ ડેમોમાં તેની કૂલ સંગ્રહશકિત સામે ૩૫.૯૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હવામાન વિભાગ દ્વારા રાજયમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પણ વરસાદ પડતા દુષ્કાળમાંથી રાહત મળે તેવી શકયતા છે.

(3:36 pm IST)