Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ડોલવણના ચૂનાવાડીની આશ્રમશાળામાં 10 વર્ષના વિદ્યાર્થીનો ગળેફાંસો

રૂમમાં 18 વિદ્યાર્થી વચ્ચે સુતેલા જિજ્ઞેશે આપઘાત કરતા અનેક તર્કવિતર્ક

ડોલવણના ચૂનાવાડીમાં આવેલ ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત વનરાજ આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરતા 10 વર્ષીય વિધાર્થી રાત્રી દરમિયાન 18 બાળકો સાથે નિવાસી રૂમ સૂતેલો હતો, જે બાળકે રાત્રે રૂમના છતના લાકડા સાથે નાયલોન દોરી વડે રહસ્યમય રીતે આપઘાત કરી લેતા ભારે ચકચાર હતી.

   આ અંગેની વિગત મુજબ ડોલવણ તાલુકાના છેવાડે આવેલા ચૂનાવાડી ગામની સિમમાં ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત વનરાજ આશ્રમ શાળા આવેલી છે. જેમાં હાલ 159 વિધાર્થીઓ આશ્રમમાં રહી અભ્યાસ કરે છે. આ આશ્રમમાં રહી ધોરણ 6માં અભ્યાસ કરતા જીગ્નેશભાઈ રામુભાઇ દાહવડ (રહે પીપરોટી તા. કપરાડા જી. વલસાડ) ગત રવિવારની રાત્રે આશ્રમમાં આવેલા નિવાસી રૂમમાં તેના સગા નાના ભાઈ સહીત 18 વિધાર્થીઓ સુતેલા હતા. તે દરમિયાન રાત્રે 2 કલાકે એક વિધાર્થી લઘુસંકા માટે ઉઠિયો હતો. તે દરમિયાન રૂમમાં જીગ્નેશને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ લેતા તાત્કાલિક વિધાર્થીએ શાળામાં અન્ય શિક્ષક ને બોલાવ્યા હતા. બીજી તરફ વિધાર્થીઓ દ્વારા જીગનેશની લાશને નીચે ઉતારી હતી. 10 વર્ષના માસુમ બાળકે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેવાની જાણ થતા પોલીસ સહિત આશ્રમ શાળાના અધિકારી અને આશ્રમના સંચાલકો દોડી આવ્યા હતા. ચૂનાવાડી ગામમાં જાણ થતા કૌશિકભાઈ ચૌધરી સહીત આગેવાનો આવ્યા હતા.બીજી તરફ સંચાલકોએ મરનાર બાળકના પિતાને જાણ કરતા પીપરોટી ગામથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
     ડોલવણ ખાતે આવેલી આવેલી આશ્રમ શાળામાં 10 વર્ષીય જીગ્નેશ દાહવડએ છેલ્લા 6 વ્રષથી અભ્યાસ કરે છે. સાથે છેલ્લા ચાર વર્ષથી તેના નાના ભાઈ વિશાલ પણ આ જ આશ્રમશાળામાં અભ્યાસ કરે છે,રવિવારે નાના ભાઈને રોજિંદા મુજબ બાજુમાં સુવડાવી દીધો હતો.અને રાત્રી દરમિયાન જીગ્નેશની ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી. રૂમમાં સાથી મિત્રની લાશ જોઈ તમામ વિધાર્થીઓ ગભરાઈ ગયા હતા. જોકે કોઈ જીગ્નેશના ફાંસો બાબતે ચોક્કસ કારણ જણાવી શક્યા ન હતા.
     રવિવારના રાત્રે રૂમમાં મજાકમસ્તી કરી તમામ વિધાર્થીઓ સુઈ ગયા હતા. જે બાદ હું રાત્રે 2 કલાકે લઘુસંકા કરવા ઉઠિયો હતો, એ દરમિયાન જીગ્નેશને લટકેલી હાલતમાં જોઈ હું ગભરાઈ ગયો હતો. બધા વિધાર્થીઓને ઉઠાડી હું બાજુની રૂમમાં સુતેલા અતુલસરને ઉઠાડવા ગયો હતો. જે દરમિયાન રૂમના અન્ય વિધાર્થીઓ બ્લેડ વડે નાયલોન દોરી કાપી જીગ્નેશની લાશ નીચે ઉતારી હતી.
ડોલવણ પોલીસ ટિમ સ્થળ પર પોહચી હતી.અને જીગ્નેશની લાશને પરિવારને સાથે રાખી વ્યારા ખાતે પેનલ ડોક્ટરોની ટિમ સાથે રાખી પેનલ પીએમ કરાયું છે. ઘટના બાબતે એફ,એસ,એલ ની જાણ કરાઈ છે. હાલ વિધાર્થી ગભરાયેલા હોવાથી તેમજ બાળકો પોલીસને જોઈ ડરી જતા હોવાંના કારણે બાળ વિકાસ અધિકારીની મદદ લઇ નિવેદનો લઇ આગળની કાર્યવાહી હાથ ધરાશે.બાળકોના નિવેદન મહત્વના છે.હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે.

(9:06 am IST)