Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

નર્મદા જિલ્લામાં ચોમાસાને લઈને ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ કરાયા :10 નાયબ મામલતદારોની બદલી કરતા કલેકટર

રાજપીપળા: આગામી 15 જૂનથી ચોમાસાની ઋતુની શરૂઆત થવાની હોય જેમાં જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ચોમાસામાં તાલુકા જિલ્લા કક્ષાએ અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન શરૂ કરવાના હેતુથી નર્મદા જિલ્લા કલેક્ટર આર.એમ કોઠારીએ વિવિધ જગ્યાઓ પરથી ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરો ચાલુ કરીને નાયબ મામલતદારોની બદલી કરવામાં આવીછે 

  નર્મદા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી શાખામાં ફરજ બજાવતા નાયાબ મામલતદાર ભાવેશ.જે.ચાવડાને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કલેક્ટર કચેરી ખાતે બદલી કરાઈ છે ,અનિલ એસ.વસાવા મહેસુલ તિલકવાડાથી ડેડીયાપાડા એમ.ડી.એમ માં બદલી કરાઈ છે યુ.વસાવા મહેસુલ નાંદોદમાંથી ઈ.રી.સે નાંદોદમાં બદલી મહેસુલનો વધારાનો હવાલો સોંપાયો છે,મેહુલ .જી.વસાવા મહેસુલ ગરુડેશ્વર માંથી ઈ.રી.સે ગરુડેશ્વર મહેસુલનો વધારાનો હવાલો અપાયો છે, પી.એન.હાવી ATVT તિલકવાડાથી બદલી કરી ઈ.રી.સે તિલકવાડા મુકાયા છે જયારે )આર.જે.ગજ્જર સર્કલ સાગબારાથી ઇ.રિ.સે સાગબારા ખાતે બદલી કરાઈ છે , સંજય.આર.વસાવા સર્કલ ગરુડેશ્વરથી મહેસુલ તિલકવાડા ખાતે બદલી કરી છે  રાહુલ.એન.નારોલ એમડીએમ ઓડિટ ડેડીયાપાડામાંથી સર્કલ ગરુડેશ્વર ખાતે બદલી, કરાઈ છે પી.પી.પરમાર NFSA પુરવઠા કચેરી નર્મદામાંથી રા.ચુ.પ નર્મદામાં બદલી કરી છે અને જી.આર.વસાવા મહેસુલ ડેડીયાપાડાથી બદલી ઈ.રી.સે ડેડીયાપાડા ખાતે બદલી કરવામાં આવી છે.આમ 10 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી જ્યારે ડિઝાસ્ટર મામલતદાર એમ.એસ.સોલંકીની જગ્યાએ તિલકવાડા મામલતદાર પી.કે ડામોરને વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

(8:34 pm IST)