Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ભગવાન જગન્નાથ રથયાત્રામાં કોણ ભરશે ભગવાનનું મામેરું

કોરોનાને લીધે રથયાત્રાના આયોજન પર પ્રશ્ન : રથયાત્રા મુદ્દે આગામી સમયમાં લેવાશે નિર્ણય, મંદિરમાં તૈયારીઓ શરૂ : મંદિર વિસ્તાર પર સેનિટાઇઝ ગેટ તૈયાર

અમદાવાદ , તા. ૩૧ : ભગવાન જગન્નાથજી ૧૪૩મી રથયાત્રાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ એ પણ ભૂલી શકાય તેમ નથી કે અમદાવાદ શહેરની અંદર સૌથી વધારે કોરોના ના કેસ જોવા મળી રહ્યા છે. આ શહેરમાં કોરોના કે સૌથી વધારે છે અને તેમાં પણ અમદાવાદ શહેરના સાબરમતી નદીના પૂર્વે આવેલા તમામ વિસ્તારની અંદર હજુ પણ કેસ થવાનું નામ નથી લઈ રહ્યાં.લોકો હજુ પણ સંક્રમિત થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કેવી રીતે યોજાશે તે પણ હવે યક્ષ પ્રશ્ન છે પરંતુ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે તે ચોક્કસ છે. સાંકેતિક રથયાત્રા હશે તે પણ ઘણા લોકો માની રહ્યા છે. ભગવાન જ્યારે રથયાત્રા દરમિયાન પોતાના મોસાળ પહોંચે છે ત્યારે ભગવાનનું મામેરું કરવામાં આવતું હોય છે.

            મામેરા ની વિધિ ને લઈને દર વર્ષે લકી ડ્રો  થતો હોય છે અને ત્યારબાદ મામેરાની વિધિ નો લહાવો અમદાવાદીઓને મળતો હોય છે. આ વર્ષે પણ નક્કી થયું હતું તે મુજબ બારોટ પરિવારને મામેરા નો લાહવો મળવાનો હતો.પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે કોઈ એક પરિવાર નહીં પરંતુ સરસપુર ગામ જ મામેરુ ભરે તેવું નક્કી કરવાના સંકેત મળી રહ્યા છે. મામેરાની સાથે ભગવાન જ્યારે મોસાળ માં આવશે ત્યારે રણછોડરાયજી મંદિર માં જે ભજન મંડળી ભેગી થાય છે એ ભજન મંડળી પણ એકત્ર નહીં થઈ શકે. ર વર્ષે ભગવાન નું મામેરું દર્શનાર્થી માટે ખુલ્લું મૂકવામાં આવે છે અને તે સમયે પણ ભજન મંડળી સહિત અનેક લોકો છે ભગવાનના મામેરાના દર્શન કરવા આવે છે તે પણ નહીં થઈ શકે. આજના દિવસે મળનારી મિટિંગમાં સૌથી મહત્વનો નિર્ણય લેવા માટે આવશે જેમાં શક્યતા છે કે તમામ ભક્તો ઘરે બેઠા ટીવી ઉપર સમગ્ર રથયાત્રા જોઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવે.

રથયાત્રા પૂર્વે કેન્દ્ર સરકારે મંદિર ખોલવા નિર્ણય કર્યો

અમદાવાદ, તા. ૩૧ : ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા છે. આ રથયાત્રા બાદ બીજા નંબરની રથયાત્રા નીકળતી હોય તો તે છે અમદાવાદની રથયાત્રા. સમગ્ર ભારત વર્ષમાં પુરી અને અમદાવાદ ની રથયાત્રાનું  ખૂબ જ મહત્વ રહેલું છે.માની શકાય છે કે કેન્દ્ર સરકારે મંદિર ખોલવાનો જે આદેશ આપ્યો તેમાં ભક્તો સાથે જોડાયેલી આસ્થા પણ સંકળાયેલી હોય તેવું લાગી રહ્યું છે.ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા મંદિર ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ તેમાં સૌથી મોટો નિર્ણય એ પણ છે કે કેનટોમેન્ટ ઝોનમાં આવતા તમામ મંદિરો બંધ રહેશે આવી પરિસ્થિતિમાં જમાલપુર સ્થિત જગન્નાથ  મંદિર દર્શનાર્થીઓ માટે હાલ પૂરતું ખૂલશે નહીં કારણ કે જમાલપુર વિસ્તાર પણ કેન્ટોમેન્ટ  ઝોનમાં આવશે છે.

દર વર્ષની રથયાત્રાનો રૂટ કયો રહેશે.........

અમદાવાદ, તા. ૩૧ : જમાલપુર દરવાજા બહારથી જગન્નાથ મંદિરથી સવારે રથયાત્રા નીકળી જમાલપુર ચકલા, ગોળલીમડા, આસ્ટોડીયા ચકલા, મદનગોપાળની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જૂની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રીજ થઈને સરસપુર પહોંચે છે.બપોરે સરસપુરમાં વિશ્રામ કર્યા બાદ રથયાત્રા સરસપુરથી નીકળી કાલુપુર બ્રિજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઓતમપોળ, આર.સી.હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, ફુંવારા, ચાંદાલાઓળ, સાંકડી શેરીના નાકેથી થઈ માણેકચોક દાણાપીઠ, ગોળલીમડા, ખમાસા, જમાલપુર ચકલાથી શ્રી જગન્નાથ મંદિર રથયાત્રા પરત ફરે છે ત્યારે આ વર્ષે રૂટ માં ફેરફાર કર્યા વગર કેવી રીતે રથયાત્રા નીકળશે તે જોવું રહ્યું.

પ્રસાદના મગની સાફ-સફાઈ

અમદાવાદ, તા. ૩૧ : દર વર્ષે રથયાત્રા આવે અથવા તો જળયાત્રા આવે તેની પહેલા ભક્તોને આપવા માટે મગની સાફ સફાઈ થતી હોય છે.ભક્તો  મંદિરમાં મગનું દાન કરતા હોય છે અને તે જ મગ રથયાત્રામાં ભક્તો ને અપાતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસ ને લઈને કેવી રીતે રથયાત્રા કરવી તેની વિચારણા વચ્ચે મંદિર ના સેવકો દ્વારા મગની સાફ-સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે મગની સાફ-સફાઈ કરવા માટે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અને તેની આસપાસના વિસ્તારમાં રહેતી  તમામ મહિલાઓ મગ ની સાફ-સફાઈ કરવા માટે મંદિર જતી હોય હતી પરંતુ લોકોનું ટોળું એકઠું ન થાય તે માટે આ વર્ષે મંદિરના સેવકો દ્વારા જ મગની સાફ-સફાઈની શરૂઆત કરી દેવામાં આવી છે.

 

(8:14 pm IST)