Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

કાલથી અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવા શરૂ :50 ટકા પેસેન્જર કેપેસિટીમાં બસ દોડશે : ઉભા રહીને મુસાફરી નહિ થઇ શકે : આર,સી,ફળદુ

બસમાં પ્રવેશ આપતા પૂર્વે પ્રત્યેક મુસાફરોનું ટેમ્પ્રેચેર પણ ચેક કરાશે : દરેક ટ્રીપ બાદ બસને સંપૂર્ણ સેની ટાઇઝ કરવામાં આવશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં સચિવાલય સહિત સરકારી કચેરીઓ આવતી કાલ 1 જૂનથી શરૂ કરવાની જાહેરાત કરેલી છે આ સંદર્ભમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ એ જણાવ્યું છે કે રાજ્ય સરકારના કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ.ટી દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂન થી માત્ર અમદાવાદ મહાનગરના કન્ટેઈનમેન્ટ ઝોન  સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર આવવા શરુ કરવામાં આવશે.

વાહન વ્યવહાર મંત્રી  આર સી ફળદુ એ આ અંગેની વિગતો આપતા કહ્યું કે ગૃહ વિભાગ ના જાહેરનામા અનુસાર આ પોઇન્ટ બસ સેવાઓ  બસની કુલપેસેન્જર કેપેસિટી ના 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે તેમજ  કોઈ પેસેન્જર  આ પોઇન્ટ સેવાની બસમાં ઊભા રહીને મુસાફરી નહિ કરી શકે ,આ બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે એટલે કે વચ્ચેના રૂટ પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહિ
એટલુજ નહિ મુસાફરો એ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન  અને ફરજિયાત માસ્કનો ઉપયોગ પણ કરવાનો રહેશે,બસમાં પ્રવેશ આપતા પૂર્વે પ્રત્યેક મુસાફરોનું ટેમ્પ્રેચેર પણ ચેક કરવામાં આવશે, આ હેતુસર દરેક મુસાફરે બસ ઉપાડવા ના નિર્ધારિત સમય થી 15 મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે,આવી બસોને દરેક ટ્રીપ બાદ સંપૂર્ણ સેની ટાઇઝ કરવામાં આવશે

(7:39 pm IST)