Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ખનીજ માફિયા બેફામ :નર્મદા ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી પકડેલી ટ્રકની પણ ચોરી થતા અનેકવિધ સવાલ

એક તરફ ખનીજ માફિયાઓનું નર્મદામાં જોર વધે છે ત્યારે બીજી તરફ પકડેલી હાઈવા ટ્રકની પણ જો ચોરી થતી હોય તો તંત્રની કામગીરી પર અનેક સવાલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં ખનીજ માફિયા પ્રકરણ વારંવાર પ્રકાશમાં આવ્યું છે ત્યારે તેમાં તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીઓની મિલીભગતના કારણે પણ ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની વાત પણ વારંવાર સામે આવીજ છે ત્યારે સુરત પારસિંગની ગે.કા. ઓવરલોડ રેતી ભરી જતી હાઈવા ટ્રકને ખાણ ખનીજ વિભાગે સીઝ કરી હતી તેની પણ અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ થતા તંત્રની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા ખાણ ખનીજ વિભાગના સર્વેયર તથા માઇન સુપરવાઇઝર (ઈન્ચાર્જ) રાજીવકુમાર રામાભાઈ રાઠોડ ની ફરિયાદ મુજબ તેમણે ગેર કાયદેસર અને ઓવરલોડ રેતી ભરેલી હાઇવા ટ્રક નં GJ 05.BX 784 ને પકડી સીઝ કરી ગરૂડેશ્વર ખાતેની રૂત્વીક કંપનીના કંપાઉન્ડમાં મુકી હતી ત્યારબાદ આ હાઇવા ટ્રક કોઈ અજાણ્યા વ્યક્તિઓ રેતી સહીત જાણ કર્યા વિના અંદાજે ૧૩,૧૩,૯૦૦/- ની ટ્રક ચોરી કરી લઇ જતા આ બાબતે રાજીવકુમાર રાઠોડે ગરુડેશ્વર પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:53 pm IST)