Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

સુરત કોરોનાનો કહેર :વધુ 25 પોઝિટિવ કેસ : કેસ નોંધાયા : સંક્રમિતનો કુલ આંકડો 1574

સુરતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અમદાવાદની જેમ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે રોજ નવા કેસ ઉમેરાઈ રહ્યાં છે. સુરતમાં આજના દિવસમાં જ 25 જેટલાં નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે, સુરતમાં વધી રહેલા કોરોના કેસથી આજ સુધીમાં આંકડો 1574 પર પહોંચી ગયો છે, કોરોનાના કારણે આજ સુધીમાં 70 જેટલા લોકો મોતને ભેટયા છે

 વહીવટી તત્ર કોરોનાને કાબુ કરવા આકાશ પાતાળ એક કરી દીધા છે. કેટલાક વિસ્તારો આજે પણ કંટેનમેન્ટઝોન હેઠળ છે, તો કેટલાક લોકો પણ હજુ કોરેન્ટાઇનમાં છે.

(5:19 pm IST)