Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ગાંધીનગર : ઉદ્યોગ ભવનમાં વહેલી સવારે આગ લાગી

શોર્ટ સર્કિટના કારણે નુકસાન થયું

ગાંધીનગર, તા. ૩૧ : ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. બ્લોક નંબર ૫ાંચના પ્રથમ માળે ઓફિસમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે ઓફિસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને તરત જ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં આવે ત્યાં સુધીમાં આગના કારણે પ્રથમ માળે આવેલીઓફિસોને ભારે નુકસાન થયું હતું. આ સમગ્ર મામલે એફએસએલની ટીમ હવે તપાસકરશે. જીઆઈડીસીની ઓફિસના નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓફિસમાં રહેલી રિકવરી બ્રાન્ચમાંઆગ લાવવાના કારણેમોટું નુકસાન થયાની સંભાવના છે.

 

(8:10 pm IST)