Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

કોરોનાને લીધે મોતમાં ૩૪%ને અન્ય કોઈ બીમારી નહોતી

કોરોનાથી અમદાવાદના ૭૮૯ લોકોએ જીવ ગુમાવ્યા : ૩૩ ટકા મૃતકો ડાયાબિટીસ, ,૨૯ ટકાને ડાયાબિટીસ અને હાઈપરટેન્શન બંને, ૨૨ ટકા મૃતકોને હાયપરટેન્શન

અમદાવાદ, તા. ૩૧ : માર્ચથી ૨૯ મે સુધીમાં કોરોના વાયરસ મહામારીના કારણે અમદાવાદના ૭૮૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. કો-મોર્બિડ કંડિશન એટલે કે અન્ય કોઈ બીમારી ધરાવતા વિશ્વભરના લોકોને કોરોના વાયરસનો ખતરો વધારે છે. એવામાં શહેરમાં મે મહિનામાં અત્યાર સુધી નોંધાયેલા ૬૪૨ મોતમાંથી ૩૪ ટકા દર્દીઓને કો-મોર્બિડિટી નહોતી. મતલબત કે, ૩૪ ટકા મૃતકોને ડાયાબિટીસ, હાઈપરટેન્શન કે કિડનીની બીમારી સહિતના અન્ય રોગ નહોતા. જો કે, કો-મોર્બિડિટીના કારણે થયેલા મોત વિશે વાત કરીએ તો ૩૩ ટકા મૃતકો ડાયાબિટીસથી પીડાતા હતા. જ્યારે ૨૯ ટકાને ડાયાબિટીસ અને હાઈપરટેન્શન બંને હતું. કોરોનાના ૨૨ ટકા મૃતકોને હાયપરટેન્શન હતું જ્યારે ૮ ટકાને હૃદય રોગ હતો. ૪ ટકા મૃતકોને કિડનીની બીમારી હતી. અને અન્ય ૪ ટકાને સ્કિટ્સફ્રીનિયા જેવા બ્રેડ ડિસઓર્ડર હતા. જ્યારે ૧ ટકાથી પણ ઓછા મૃતકોને થાઈરોઈડ કે પ્રેગ્નેન્સીનું ત્રીજું ટ્રાયમેસ્ટર ચાલતું હતું.

            અધિકારીઓનું કહેવું છે કે, શહેરમાં વધતી જાગૃતતા અને હોસ્પિટલોમાં મળતી સારી સુવિધાને કારણે દાખલ થયાના પહેલા જ દિવસે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા ઘટી છે. દાખલા તરીકે, મે પહેલા ૩૦ એપ્રિલ સુધીમાં કોરોનાના લીધે ૧૪૭ લોકોના મોત થયા હતા. જેમાંથી ૧૭ ટકા મોત હોસ્પિટલમાં દાખલ થયા એ જ દિવસે થયા હતા. જો કે, મે આ આંકડો ૭.૬ ટકાએ પહોંચ્યો છે. એએમસીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, માર્ચ અને એપ્રિલમાં કો-મોર્બિટી ધરાવતા દર્દીઓ સારવાર માટે મોડા આવતા હતા. આ આંકડો મે મહિનામાં નોંધપાત્ર રીતે ઘટયો છે. જો કે, આ કેસોમાં થોડા અપવાદ પણ છે. જમાલપુરના એક ૪૨ વર્ષીય દર્દી ૨૮ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતાં. જીવરાજ પાર્કના એક ૬૦ વર્ષીય દર્દી અને ગોમતીપુરના ૭૫ વર્ષીય દર્દીને ૨૪ દિવસની સારવાર બાદ રજા અપાઈ હતી.

(8:08 pm IST)