Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

રાજ્યમાં દુકાનદારો માટે ઓડ- ઇવન પદ્ધતિ બંધ :એસટી બસો દોડાવાશે કંટેનમેન્ટ ઝોન છૂટછાટ અંગે કાલે જાહેરાત: ટુ વહીલરમાં ડબલ સવારીની છૂટ

ગુજરાતમાં લોકડાઉનમાં મોટી છૂટછાટ જાહેર કરતા મુખ્યમંત્રી રૂપાણી: AMTC બસ 50 ટકા મુસાફરો સાથે ચાલુ કરાશે: માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું પડશે

અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન -5માં અનેક છૂટછાટ આપ્યા બાદ રાત્રે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોટી રાહત આપતી જાહેરાત કરી છે જેમાં રાજ્યના વેપાર ધંધા માટે સંપ્રુણ છૂટછાટ જાહેરાત કરતા ઓડ એન્ડ ઇવન પદ્ધતિ બંધ કરવા નિર્ણ્ય કર્યો છે

 વિજયભાઈ રૂપાણીએ મોટ્ટી જાહેરાત કરી છે જેમાં સોમવારથી રાજ્યભરમાં એસટી બસો દોડાવશે જોકે તેમાં નિયમોનું પાલન કરતા ફૂલ કેપેસીટી પેસેંજરો બેસાડી શકાશે નહીં, 60 ટકા મુસાફરોને જ બેસાડવા નિર્ણય કરાયો છે રાજ્યના તમામ વિસ્તારોમાં બેંકો ફૂલ કેપેસીટી સાથે ખુલી રહેશે અમદાવાદમાં  AMTC બસ 50 ટકા મુસાફરો સાથે ચાલુ કરાશે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું પડશે આવતીકાલે કંટેનમેન્ટ ઝોનની જાહેરાત કરાશે

(9:39 pm IST)