Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

સ્ત્રીઓ-બાળકોને સુરક્ષા કવચ આપવા રાજ્યવ્યાપી રસીકરણ

૫૭૯૭૫૩ સગર્ભા સ્ત્રી અને બાળકોને રસી અપાઈ : કોરોનાની વિકટ સ્થિતિમાં રાજ્યની સંવેદન શીલ સરકાર દ્વારા આરોગ્ય સંસ્થાઓ અને મમતા દિવસ થકી લાભ

અમદાવાદ,તા.૩૦ : પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. મહામારી સામે અડગ અને અવિરતપણે કાર્યરત રહી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય વ્યાપી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગંભીર બીમારી સામે માતા તેમજ બાળકને રક્ષણ પૂરું પાડવાનો છે પરિસ્થિતિમાં સૌથી વધુ ચિંતા બાળકોની અને સગર્ભા માતાઓની થાય સ્વાભાવિક છે. રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા આરોગ્ય સંસ્થાઓ અને મમતા દિવસ (આઉટરીચસેશન) ચાલુ રાખવામાં આવેલ છે. રાજ્યમાં ચાલુ માસમાં ( મે - ૨૦૨૦) ૩૨,૮૨૭ મમતા સેશન દ્વારા, ,૭૮,૦૯૦ સગર્ભા માતાઓને રસીકરણ ઉપરાંત જરૂરી આરોગ્ય સેવાઓ તેમજ ,૯૧,૭૬૩ લાભાર્થીઓને રસીકરણની સેવાઓ આપવામાં આવેલ છે. આમ કુલ ,૭૯,૭૫૩ સગર્ભા સ્ત્રીઓ તેમજ બાળકોને રસીકરણ નો લાભ આપવામાં આવ્યો છે.

         સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૧૦ ગંભીર રોગો જેવાકે ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, હીબ બેક્ટેરિયાથી થતા રોગો, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રૂબેલા સામે રક્ષણ પૂરુ પાડનાર રસી સગર્ભા માતા અને બાળકોને આપવામાં આવે છે. હાલની કોરોના વાયરસ સંક્રમણની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને રસીકરણથી ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, ઓરી વગેરેનું પ્રમાણ ચોક્કસ ઘટાડી શકાય છે. રાજ્યના તમામ વાલીઓને નજીકની સરકારી આરોગ્ય સંસ્થાઓ તેમજ મમતા દિવસ (આઉટ રીચ સેશન) પર રસીકરણની સેવાઓના લાભ લેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. લોકડાઉનના સમયગાળા દરમ્યાન રસીકરણની સેવાઓને સ્થગિત કરવામાં આવી હતી . જે સેવાઓને મે માસના પ્રથમ અઠવાડિયાથી પુર્વવત કરવામાં આવી હતી . પરંતુ અગાઉના સમયગાળા દરમ્યાન વંચિત રહી ગયેલા બાળકો અને સગર્ભાઓને આરોગ્ય તંત્રએ સઘન ઝુંબેશ હાથ ધરી ૨સીક૨ણ અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવી છે.

(9:39 pm IST)