Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

હવે જીએસટી રિફંડ માટે બે સપ્તાહ અભિયાન ચલાવાશે

વેપારીઓ-ઉદ્યોગ વર્ગ માટે રાહતના સમાચારઃ જીએસટી રિફંડની રૃપિયા ૩૦ હજાર કરોડથી વધારેની રકમને કેન્દ્ર દ્વારા મંજૂરી બાદ હવે જીએસટી રિફંડ મળશે

અમદાવાદ,તા. ૩૧: ઔડા દ્વારા લાખો રૃપિયાના ખર્ચે વિકસિત કરાયેલા નવા પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડના વસ્ત્રાપુર તળાવની મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સતત ઉપેક્ષા દાખવી હતી. જેના કારણે સહેલાણીઓમાં વસ્ત્રાપુર તળાવની લોકપ્રિયતાને અસર પડી હતી. તેના નિર્માણ સમયે પાણીથી છલોછલ ભરેલુ રહેતું આ તળાવ સમય જતાં પાણીવિહીન અને ઉપેક્ષાનું ભોગ બનતાં સ્થાનિક નાગરિકો અને સાહેલાણીઓમાં પણ તંત્રના અણઘડ આયોજનને લઇ ઉગ્ર રોષ પ્રવર્તતો હતો.  જેને પગલે હવે અમ્યુકો સત્તાધીશોએ વસ્ત્રાપુર તળાવને ગટરના ટ્રીટ કરેલા પાણીથી ભરેલુ રાખવાનું આયોજન હાથ ધર્યું છે. ભર ચોમાસામાં તંત્રનાં અણધડ આયોજનથી તળાવની આસપાસના વિસ્તાર જળબંબાકાર થવા છતાં તળાવ ખાલીખમ રહેતું હતું જો કે હવે તંત્ર દ્વારા વસ્ત્રાપુર તળાવને ગટરના ટ્રીટ કરેલાં પાણીથી છલોછલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. આજે સવારે ૮.૩૦ વાગ્યે પ૦૦ કેએલડી ક્ષમતાના સુએજ ટ્રીએન્ટ પ્લાન્ટનું ભૂમિપૂજન કરાયું હતું. મેયર ગૌતમ શાહના હસ્તે વસ્ત્રાપુર તળાવ ખાતે કરાયેલા આ ભૂમિપૂજનમાં સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર વગેરે હાજર રહ્યા હતા. વસ્ત્રાપુર લેકમાં ગટરનાં પાણીને ટ્રીટ કરીને છોડવા માટેનો આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આશરે રૃ.૭૦ લાખના ખર્ચે બનાવાશે. તંત્ર દ્વારા ખારીકટ કેનાલ પાસે પણ ઓઢવ અને નિકોલ ખાતે એક એક એમ બે પ૦૦ કેએલડી ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. ખારીકટ કેનાલ સફાઇ અભિયાનનો આજે છેલ્લો દિવસ છે. સત્તાવાળાઓએ ખારીકટ કેનાલમાં ઠલવાતાં ગટરનાં પાણીને રોકવા આશરે રર ગેરકાયદે જોડાણને આ અભિયાન હેઠળ અન્ય ગટર લાઇનમાં ટ્રાન્સફર કર્યાં છે.વસ્ત્રાપુર તળાવને ભરેલુ છલોછલ રાખવાના ઉમદા આશય સાથે અમ્યુકો સત્તાવાળાઓએ આ નવતર સાહસ કર્યું હતું.

(10:18 pm IST)