Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

અમદાવાદમાં પારો ગગડ્યો હોવા છતાંપણ લોકો પરેશાન

અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને ૪૧.૧ ડિગ્રીઃ ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાની આગાહી થઇ

અમદાવાદ, તા.૩૧: અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના પ્રમાણમાં વધુ ઘટાડો થયો હોવા છતાં હજુ પણ ગરમીથી રાહત મળી રહી નથી. બીજી બાજુ ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગો અને ઉત્તરગુજરાતમાં પારો ૪૦થી ૪૩ ડિગ્રી વચ્ચે રહી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૧ ડિગ્રી રહ્યું હતું. તમામ જગ્યાએ ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૩.૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૨૬ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના૧૦૪૭ કેસ સપાટી ઉપરઆવ્યા છે જ્યારે કમળાના ૨૬ દિવસમાં ૨૫૩ અને ટાઇફોઇડના ૨૯૭ કેસ સપાટી ઉપર આવ્યા છે.  બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૨૬ દિવસના ગાળામાં ૩૭૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. મે ૨૦૧૭ દરમિયાન લીધેલા ૬૪૨૧૭ લોહીના નમૂના સામે ૨૬મી મે ૨૦૧૮ સુધીમાં ૬૯૪૩૧ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો હોવા છતાં લોકો બિનજરૃરીરીતે ઘરની બહાર નિકળ્યા ન હતા પરંતુ ઘરમાં પણ લોકોને તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. જ્યારે બીજી બાજુ રસ્તાઓ ગરમીના કારણે સુમસામ રહ્યા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. વધતી ગરમી વચ્ચે મે મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ સપાટો બોલાવ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે રોગચાળાએ પણ સકંજો મજબૂત બનાવ્યો છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ગરમીના કારણે ઈન્ફેકશનની શક્યતા પણ દેખાઈ રહી છે. તંત્ર તરફથી પણ બિનજરૃરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી બાજુ બહારની ચીજવસ્તુઓને ટાળવા માટે પણ તબીબોની સૂચના છે. હવામાન વિભાગ તરફથી હિટવેવની કોઇ ચેતવણી પણ જારી કરવામાં આવી નથી. બીજી બાજુ સામાન્ય લોકોમાં ચર્ચા છે કે, હવામાન વિભાગ તરફથી તાપમાન માટેના આંકડા યોગ્યરીતેજારી કરવામાં આવી રહ્યા છે. મોબાઇલ એપ ઉપર પારો ખુબ ઉંચો દર્શાવવામાં આવી રહ્યોછે ત્યારે હવામાન વિભાગ તરફથી પારો નીચો દર્શાવવામાં આવી રહ્યો છે.

(10:16 pm IST)
  • પેટાચુંટણી જંગ : બપોરે ૧૨ની સ્‍થિતિ દેશની ૪ લોકસભા બેઠકોની સ્‍થિતિ કૈરાના ભાજપ પાછળ - આરએલડી (૪૧૩૯૧ મતથી આગળ) પાલઘર ભાજપ આગળ ભંડારા - ગોંદિયા એનસીપી આગળ નાગાલેન્‍ડ એનપીએફ (નાગા પીપુલ્‍સ ફ્રન્‍ટ) આગળ access_time 1:07 pm IST

  • વાવાઝોડાને કારણે આટકોટમાં પૌરાણિક અંબાજી મંદિર નજીક ડઝનેક વૃક્ષો ધરાસાયી : સાંજે ભારે પવનને કારણે જબરો વંટોળ સર્જાતા આટકોટના પૌરાણિક અંબાજી મંદિરના એકાદ ડઝનથી વધુ વૃક્ષો પડી ગયા છે access_time 8:58 pm IST

  • રાહુલ ગાંધી તો ‘‘પુણ્‍યાત્‍મા'' છે મને વિશ્વાસથી કર્ણાટકની સત્તા સોંપી : બેંગ્‍લોર : કર્ણાટકના મુખ્‍યમંત્રી કુમારસ્‍વામી નું નિવેદનઃ રાહુલ ગાંધી તો પુણ્‍યાત્‍મા છેઃ તેમણે મને વિશ્વાસથી કર્ણાટકની સત્તા સોંપી છેઃ અમને એક સારી તક મળી છે જેનો ઉપયોગ કરીશું access_time 12:20 pm IST