Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વડોદરામાંથી 1 કરોડની જૂની ચલણી નોટો સાથે ચાર શખ્શો ઝડપાયા

માંજલપુરના ભાથીજી મહારાજ મંદિર નજીક પોલીસ ડમી ગ્રાહક મોકલી દબોચી લીધા :સુરતના રાજુ પાસેથી નોટ લાવ્યાની કેફિયત :માંજલપુરનો ગેરેજધારક કિરીટ ગાંધી મુખ્ય સૂત્રધાર

 

વડોદરા ;વડોદરામાંથી એક કરોડની જૂની ચલણી નોટો સાથે ચાર શખ્શો ઝડપાયા છે પોલીસે મંજલપુરના ભાથિજી મહારાજ મંદિર નજીકથી શખ્સોને દબોચી લીધા હતા  તેઓ 500 અને 1 હજારના દરની જૂની નોટ વટાવવા માગતા હતા. જેમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી તેમને ઝડપી પાડ્યા હતા.

 

 જાણવા મળતી વિગત મુજબ શખ્સો સુરતમાં રાજુ નામના શખ્સ પાસેથી નોટ લાવ્યા હતા. જોકે પોલીસના હાથમાં આવેલો મુખ્ય આરોપી કિરિટ ગાંધી માંજલપુરમાં ગેરેજ ચલાવે છે. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

(9:55 pm IST)