Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

અમદાવાદમાં સફાઈના બહાને ઘરફોડ ચોરી કરતી મહિલાની ગેંગ ઝપડાઈ

સફાઈના બહાને બંધ ઘરની વોચ કરીને ચોરીને અંજામ આપતા હતા

 

અમદાવાદમાં સફાઈના નામે ઘરફોડ ચોરી કરનારી મહિલા ગેંગ ઝડપાઈ છે મહિલાઓ સોસયાટીમાં સફાઈ કરવાના બહાને આવતા અને જે તે સોસાયટીમાં કયા ઘર બંધ છે તેની વોચ કરીને ચોરીને અંજામ આપતી 4 મહિલાઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે

  મહિલાઓ કચરો સાફ કરવાના બહાને કોઈપણ સોસાયટીમાં પરવાનગી મેળવી લેતા હતા અને તે દરમિયાન મહિલાઓ બંધ ઘરની વોચ કરતા અને સમય મળતા તેઓ ઘરમાં ઘુસીને ચોરીને અંજામ આપતા હતા. મહિલા ગેંગ પાસેથી 2 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે 

(9:54 pm IST)