Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

નવસારી નગરપાલિકાની સામાન્યસભામાં વિપક્ષ આક્રમકઃ બ્લોક પેવરિંગ કામ માટે નેગેટિવ રિપોર્ટ કર્યા બાદ હંગામો

ખોટી રીતે કામ કરી તેમાં નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ

નવસારી નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષે આક્રમક મૂડ બતાવ્યો હતો નગરપાલિકાના ઇજનેરે બ્લોક પેવરિંગના કામ માટે નેગેટિવ રિપોર્ટ કર્યા બાદ આ હંગામો થયો હતો. વિપક્ષનો આક્ષેપ હતો કે સત્તાપક્ષે બહુમતિના જોરે આ કામ કરી દિધું છે. અગાઉ પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં જૂના પેવર બ્લોક સારા જ હોવા છતાં તેને ઉખેડી નવા નાખવાનો વિવાદ વકર્યો હતો.

  નવસારી પાલિકંઈ સામાન્ય સભામાં વિવિધ કામોની ચર્ચાઓ થતાં સમયે પાલિકાના ઈજનેર દ્વારા પેવર બ્લોકનાં કામનો રિપોર્ટ રજૂ કરાયો હતો  તે દરમિયાન વિપક્ષે ભ્રષ્ટાચારનાં આક્ષેપ સાથે હંગામો મચાવી દીધો હતો. અને ખોટી રીતે કામ કરી તેમાં નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.સાથે શાસક પક્ષ દ્વારા વિપક્ષને વિશ્વસામાં લીધા વિના જ બહુમતીનાં જોરે વિકાસ કામો મંજૂર કરી દીધા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

(7:27 pm IST)