Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વાસંદા તાલુકાના ખંભાળિયામાં પીવાના પાણીની સમસ્યાથી લોકોને હાલાકી

વાંસદા:તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જળસંકટ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે ખંભાલીયા ગામે યાત્રા કાઢવામાં આવી હતી.

વાંસદાના ખંભાલીયા ગામમાંથી અંબિકા નદી પસાર થાય છે પણ હાઇસ્કૂલ ફળિયામાં માજી સરપંચ અનિલ પટેલના ઘર પાસે ટાંકી બંધ હાલતમાં  હોવાથી તથા ત્યાંનો બોરીંગ બગડી જવાથી લગભગ  ૮૦ ઘરોને પીવાના પાણીના ફાંફા પડે છે. માજી સરપંચના ખેતરમાં બનાવવામાં આવેલા બોરીંગમાં લગભગ એક કિ.મી. જેટલે દુર નાના બાળકો સાથે નેશનલ હાઇવે ૫૬ ક્રોસ કરીને પીવાનું અને ન્હાવા-ધોવાનું પાણી ભરવા જવાની હાલાકી પડે છે.
વાંસદા-ચીખળીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે, જળસંચયના કાર્યક્રમો સરકાર કરી રહી છે તેમજ તેની સાથે મસમોટું માટી કૌભાંડ પણ કરી રહી છે. જળસંચય એ સારી વાત છે પરંતુ હાલમાં પાણીની તંગી માટે  કોઇ એકશન પ્લાન સરકાર બનાવી રહી નથી, જેના કારણે ગરીબ આદિવાસીઓએ પાણી ભરવા દુર દુર સુધી જવું પડે છે.

(5:28 pm IST)