Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

બીલીમોરાના ખાપરવાડામાં આડા સંબંધનો વહેમ રાખી પત્નીની પતિએ કરપીણ હત્યા કરતા અરેરાટી

બીલીમોરા:ના ખાપરવાડા ગામે પાંચ દિવસ અગાઉ પત્નીનાં તેના મામા સાથે આડાસંબંધ હોવાનો વ્હેમ રાખી પતિએ માથામાં લાકડાના ફટકા મારતા ગંભીર ઇજાગ્રસ્ત પત્નીનું મોત નીપજ્યું હતું. મરનાર યુવતિની મામીએ ફરિયાદ આપતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.
ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામે રહેતા અને મજૂરીકામ કરતા રાકેશ મનુભાઇ પટેલનાં લગ્ન પાંચ વર્ષ અગાઉ વલસાડના કોસંબા ગામની યુવતિ નીલા સાથે થયા હતા. લગ્નજીવનમાં નીલાએ પ્રથમ પુત્ર રીધ્ધમ (ઉ.વ. ૪) અને બીજી વખત પુત્રી હેલી (ઉ.વ. ૧.૫)ને જન્મ આપ્યો હતો પરંતુ રાકેશ અને નીલાનાં દામ્પત્યજીવનમાં છેલ્લા થોડા સમયથી શંકા ઘુસી હતી. નીલાને તેના મામા નીતિન સાથે આડાસંબંધો હોવાનો વ્હમ  રાકેશના મનમાં ઘર કરી ગયો હતો. જેના કારણે બંને વચ્ચે સતત તણખાં ઝરતા રહેતા હતા. તા. ૨૪-૫-૧૮ના રોજ રાત્રે ૧૧-૦૦ વાગ્યે પણ આ મુદ્દે બોલાચાલી ઉગ્ર થતાં  ઉશ્કેરાયેલા રાકેશે નીલાના માથામાં લાકડીના ફટકા ઝીંકી દેતાં નીલા લોહીલુહાણ થઇ હતી. ઝઘડાનો અને રડવાનો આજ સાંભળી આડોશપાડોશનાં લોકો દોડી  આવ્યા હતા અને તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સમાં નીલાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. બેભાન હાલતમાં નીલાની સારવાર ડોકટરોએ શરૃ કરી હતી પરંતુ તેની હાલત ગંભીર થતાં ડોકટરે તેને સુરત લઇ જવા જણાવ્યું હતું. બીજા દિવસે નીલાને સુરત સિવિલમાં લઇ જવાઇ હતી પરંતુ અહીં મગજના સ્પેશ્યાલીસ્ટ ડોકટર ૧૦ દિવસની રજા  ઉપર ગયા હોવાથી તેને અમદાવાદ સિવિલમાં લઇ જવા જણાવાયું હતું.

(5:27 pm IST)