Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભીલાડના સરીગામમાં ગેરકાયદે પ્રદુષિત પાણીની પાઈપલાઈન નાખવા બદલ કંપનીને 1.77 કરોડનો દંડ

ભિલાડ:ના સરીગામ ખાતે ૭૩ એએની જમીનમાંથી ગેરકાયદે પ્રદુષિત પાણીની પાઈપ લાઈન પસાર કરવા બદલ કંપનીને રૃા.૧.૭૭ કરોડનો દંડ સરકારમાં ભરવા હુકમ કરાયો છે. સાથે ૭૩એએની જમીન યથાવત પરિસ્થિતિમાં પ્રસ્થાપિત કરવાની હોવાથી મામલતદારે પાઈપ લાઈન દુર કરવાની કામગીરી હાથ ધરી છે.

ભિલાડના સરીગામ ખાતે આવેલી એન.આર. અગ્રવાલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સરીગામની ખાતા નં.૨૯૮ સર્વે નં.૬૦ પૈકી ૧૦વાળી જમીન કે જે ૭૩એએનો સત્તાપ્રકાર ધરાવે છે તેમાં ગેરકાયદેસર રીતે પ્રદુષિત પાણીના નિકાલ માટે પાઈપ લાઈન નાંખી હતી. જમીનનો કબજો ધરાવતા ડાવરીયા પરિવારને કંપનીએ સાડા સાત લાખની રકમ ચુકવી પાઈપ લાઈન નાંખવાની મંજુરી મેળવી હતી. જોકે વહીવટી તંત્રની મંજુરી મેળવ્યા વિના જ પાઈપ લાઈન નાંખવામાં આવ્યા અંગેની ફરિયાદ બાદ સરકાર દ્વારા જ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

(5:27 pm IST)