Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પાલનપુરના મધ્ય ભાગમાં પસાર થતી નદીના વહેણમાં સરકારી રેકર્ડ સાથે ચેડાં થયા હોવાનું તાપસ દરમિયાન ખુલ્યું

ડીસા:નવાબી કાળથી પાલનપુરના મધ્યભાગમાંથી પસાર થતી લડબી નદીના વહેણમાં બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી દેવાતાં લડબી નદી લુપ્ત થઈ ગઈ હતી. જોકે લડબી નદીના પચાસ ફૂટના પટને પાંચ ફૂટના નાળામાં ફેરવી દેવાતા લડબી બચાવો અભિયાન શરૃ થયું હતું.

ત્યારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાને કરેલા આદેશથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જમીન દફતર કચેરી નગરપાલિકા અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી અને લડબી નદીમાં ફરીથી સર્વે કરી અને દબાણો ખુલ્લા કરવાનો આદેશ કર્યો હતો પાલનપુર પ્રાંત અધિકારી સમક્ષ યોજાયેલી બેઠકમાં આજે જમીન દફતર અધિકારીએ લડબીના વહેણ અને નકશામાં સરકારી રેકર્ડ સાથે ચેડાં થયા હોવાની કબૂલાત કરી હતી. લડબી નદીમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને લઈને હવે જમીન દફતર કચેરી અને પાલનપુર નગરપાલિકા ભીંસમાં આવી છે. પાલનપુર નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના વિકાસના નકશામાં લડબીનો ઉલ્લેખ જ નથી. જ્યારે જમીન દફતર કચેરીએ લડબી નદીના વહેણને સીધું બતાવી દીધું હતું.

(5:26 pm IST)