Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ગોબલજ નેશનલ હાઇવે પર હોટલ નજીક વાહનની હડફેટે રાહદારી મહિલા મોતને ભેટી

ગોબલજ:નેશનલ હાઈવે નં. ૮ ઉપર આવેલા ગોબલજની પિયુષ હોટલ નજીક અજાણી મહિલાનું અજાણ્યા વાહને ટક્કર મારતા મોત નિપજ્યું હતું. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નેશનલ હાઈવે નં. ૮ ગોબલજની પિયુષ હોટલ નજીક આજે વહેલી સવારે એક અસ્થિત મગજની અજાણી મહિલા રોડની સાઈડ પર ચાલતી જતી હતી ત્યારે પૂરપાટ ઝડપે હંકારી પસાર થતો અજાણ્યો વાહન ચાલક રાહદારી મહિલાને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલ અજાણી મહિલા ઉંમર આશરે ૪૦ વર્ષનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા હેડકોન્સ્ટેબલ લ-મણસિંહ ફુલસિંહે ઘટનાસ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:25 pm IST)