Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ખેડા જિલ્લામાં અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવમાં પાંચને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં વણોતી પાટીયા, સોખડા સીમ તેમજ નડિયાદ કપડવંજ રોડ ઉપર સર્જાયેલઆ અકસ્માતમાં પાંચ મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે જે તે પોલીસ મથકે ગુનાઓ દાખલ થવા પામ્યા હતા. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ડાકોર વૃદાવન સોસાયટીમાં રહેતા અભેરાજભાઈ નારસંગભાઈ ચૌધરી ગત તા.૨૮-૫-૧૮ના સાંજે મોટર સાયકલનં જીજે-૦૯ આર-૨૧૭૮ ઉપર સંબંધીને બેસાડી ઠાસરા રોડ પરથી જઈ રહ્યાં હતા ત્યારે વણોતી પાટીયા નજીક મારૂતી નં. જીજે-૦૧ એચએફ-૦૯૩૨એ પૂરઝડપે હંકારી આગળ જતાં મોટર સાયકલ સાથે અથડાવતા બાઈકસવાર બંને રોડ ઉપર પડી ગયા હતા. જેથી અભેરાજભાઈ ચૌધરી તથા રાજુભાઈને ઈજા થઈ હતી. ટક્કર મારીને કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે અભેરાજભાઈ નરસંગભાઈ ચૈૌધરીની ફરિયાદ આધારે ડાકોર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

અકસ્માતનો બીજો બનાવ નેશનલ હાઈવે નં.૮ સોખડા સીમ પરીશ્રમ ફાર્મ નજીક સર્જાયો હતો. જેમાં પોરબંદરમાં રહેતા કલ્પેશભાઈ ભરતભાઈ રાઠોડ ગત તા.૨૭-૫-૧૮ની રાત્રે વોક્સવેગન કાર નં. જીજે-૦૩ એચએ-૭૭૭૪ હંકારી હાઈવે પરથી જઈ રહ્યાં હતા ત્યારે પરીશ્રમ ફાર્મ નજીક ડમ્ફર નં. જીજે-૦૭ વાયઝેડ-૪૨૨૭ પૂરઝડપે હંકારી એકદમ ટર્ન મારી રોડ ઉપર સીંગલ પટ્ટી રોડ તરફ ઉતરતા એકદમ બ્રેક મારતા વોક્સવેગન ગાડી ડમ્ફર પાછળ ઘુસી ગઈ હતી. જેથી કલ્પેશભાઈ તથા અશ્વિનભાઈ મધુભાઈ ચુંગીને ઈજા થઈ હતી. આ ઉપરાંત અકસ્માતનો ત્રીજો બનાવ નડિયાદ-કપડવંજ રોડ ઉપર સર્જાયો હતો. જેમાં ગઈકાલે બપોરે મોટર સાયકલ નં. જીજે-૦૭ સીએમ-૨૫૦૫ એ પૂરઝડપે હંકારી રોડ ક્રોસ કરતા સંતોષ અમૃતભાઈ ખલાસીને ટક્કર મારી પાડી દેતા ઈજા થઈ હતી.

(5:25 pm IST)