Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પાણી પત્રકની કામગીરી મહેસુલી તલાટીના બદલે પંચાયતના તલાટીઓને કરવા સરકારનો આદેશ

ગાંધીનગર તા. ૩૧: રાજય સરકારે પાણી પત્રકની કામગીરી પંચાયતના તલાટીઓ પાસે કરાવવા માટે તમામ ડી.ડી.ઓ.ને ગઇકાલે આદેશ આપ્‍યો છે.

પંચાયત વિભાગના નાયબ સચિવ એસ.એસ. પારેખની સહીથી બહાર પડેલ પરિપત્રમાં જણાવાયું છેકે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવથી વિવિધ માલની ખરીદી ખેડુતો પાસેથી કરવામાં આવી રહેલ છે. જેમાં જરૂરી પુરાવા માટે પાણી પત્રકની નકલ રજુ કરવાની રહે છે. આથી ખેડુતોને પાણી પત્રકની નકલ સમય મર્યાદામાં મળી રહે તે જરૂરી છે.

જે ધ્‍યાને લેતાં મહેસુલી તલાટી સંવર્ગમાં પુરતુ સંખ્‍યાબળ ઉભુ ન થાય ત્‍યાં સુધી મહેસુલ વિભાગ હસ્‍તકની કામગીરી સ્‍વતંત્ર પણે મહેસુલી તલાટીઓ પાસેથી લઇ શકાય તેમ નહોય હાલ પુરતું જાહેરહિત જોતાં તલાટી કમ મંત્રીએ બજાવવાના કાર્યો અને ફરજો અંગેના કામગીરીના જોબચાર્ટ અંગેના આ વિભાગના ઠરાવ અનુસાર પાણી પત્રકને લગતી કામગીરી પંચાયત સંવર્ગના તલાટી કમ મંત્રીઓ દ્વારા કરવામાં આવે તે હિતાવહ હોઇ પાણી પત્રક કાઢવાની કાર્યવાહી તલાટી કમ મંત્રીઓ દ્વારા કરવામાં આવે તેમ જણાવવામાં આવે છે. આ સુચનાનો અમલ તાત્‍કાલિક ધોરણે કરવાનો રહેશે.

(1:12 pm IST)