Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ઉકાઈ ડેમમાં માત્ર 11 ટકા પાણી બચ્યું :ગયા વર્ષની તુલનાએ 70 ટકા ઓછું

અમદાવાદ ;રાજ્યના બીજા નંબરના સૌથી મોટા ડેમ ઉકાઈ ડેમમાં જો પંદર દિવસમાં વરસાદ નહીં થાય તો તળિયું દેખાઈ જશે હાલ ઉકાઈ ડેમમાં માત્ર 11 ટકા જ પાણી બચ્યું છે. જે ગત વર્ષની તુલનામાં 70 ટકા ઓછું છે.

  ગત વર્ષે તા:30-5-2017ના રોજ આ ડેમમાં 2,136 એમસીએમ પાણીનો જથ્થો હતો. જે તા. 30-5-18ના રોજ 70 ટકાના ઘટાડા સાથે માત્ર 769 એમસીએમ પાણી બચ્યું છે. એટલે કે માત્ર 11 ટકા જ પાણીનો જથ્થો હાલ ઉકાઈ ડેમમાં ઉપલબ્ધ છે. જો પંદર દિવસમાં ઉકાઇ ડેમના ઉપરવાસ વિસ્તારમાં વરસાદ નહીં પડે તો ઉકાઈ ડેમનું તળિયું જોવા મળશે.

  અલબત્ત ઉકાઈ ડેમની આવી સ્થિતિ હોવા છતાં સુરતીજનોને મહિનો-દોઢ મહિનો આરામથી પસાર કરાવી દેશે. એટલે કે ત્યાં સુધીમાં પુરતા પ્રમાણમાં વરસાદ ન થાય અને ઉકાઈ ડેમમાં નવાં નીરની આવક ન થાય તો પછી જળસંકટ માટે તૈયાર રહેવું પડશે

(11:40 am IST)