Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું ૫૫.૫૫% પરિણામ : એ-૧ ગ્રેડમાં ૪૫૧ છાત્રો

૨૦૬ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ * એક વિષયમાં ૮૮૨૦૭ છાત્રો નાપાસ * યુવતીઓનું પરિણામ યુવકો કરતા ૯ ટકા વધુ * આહવા ડાંગનું પરિણામ સૌથી વધુ ૭૭.૭૪ ટકા * સૌથી ઓછુ પરિણામ છોટા ઉદેપુરનું ૩૧.૫૪% * પરિણામના નાચગાનની વધામણી કરતા છાત્રો

રાજકોટ, તા. ૩૧ : ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે પોણા પાંચ લાખ પરીક્ષાર્થીઓનું ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યુ છે. ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ એકંદરે ૫૫.૫૫% આવ્‍યુ છે. માર્ચ ૨૦૧૮ની સામાન્‍ય પ્રવાહની ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજયના ૫૦૫ કેન્‍દ્રો/ પેટા કેન્‍દ્રો ઉપરથી લેવામાં આવેલ. પરીક્ષામાં ૩,૩૭,૦૫૫ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૩,૩૫,૮૨૫ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને ૨,૩૧,૫૮૦ પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરીણામ ૬૮.૯૬% ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા રીપીટર ઉમેદવારો તરીકે ૫૮,૭૩૩ ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી ૫૬,૫૭૮ ઉપસ્‍થિત રહ્યા હતા તે પૈકી ૯૩૧૦ ઉમેદવાર સફળ થયા છે. આમ રીપીટર ઉમેદવારોનું પરીણામ ૧૬.૪૬% આવેલ છે. ખાનગી ઉમેદવાર તરીકે આવેદનપત્ર ભરનાર ૭૧,૩૧૨ ઉમેદવારો પૈકી ૬૭,૪૦૩ ઉપસ્‍થિત રહેલ. જેમાંથી ૧૪,૫૨૪ સફળ થતા તેઓનું પરિણામ ૨૧.૫૫% આવેલ છે.

ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું આજે જાહેર થયેલા પરિણામમાં ગત વર્ષ કરતાં ૧% ઓછુ પરિણામ આવ્‍યુ છે. ધો.૧૨ સામાન્‍ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ ૩,૩૫,૮૨૫ પરીક્ષાઓ આપી હતી. જેમાંથી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર ૨,૩૧,૫૮૦ વિદ્યાર્થીઓ છે. નિયમીત ઉમેદવારોનું પરિણામ ૬૮.૯૬% આવ્‍યુ છે. જયારે રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ ૧૬.૪૬% આવ્‍યુ છે. જયારે ખાનગી ઉમેદવારોનું પરિણામ ૨૧.૫૫% આવ્‍યુ છે. વ્‍યવસાયલક્ષી પ્રવાહના ઉમેદવારોનું પરિણામ ૫૨.૨૯% આવ્‍યુ છે. ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ ૬૧.૨૭% આવ્‍યુ છે.

ધો.૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષામાં નાનપુરા બ્‍લાઈન્‍ડ (સુરત)નું પરિણામ ૧૦૦% આવ્‍યુ છે. સૌથી ઓછુ પરિણામ મેળવતુ કેન્‍દ્ર મહીસાગર (લુણાવાળા) ૧૧.૭૪% આવ્‍યુ છે. સૌથી વધુ ગુજરાતમાં પરિણામ મેળવતો જીલ્લો ૭૭.૩૨% સાથે આહવા (ડાંગ) આવ્‍યુ છે. જયારે સૌથી ઓછુ પરિણામ મેળવતો જીલ્લો છોટાઉદેપુરનું ૩૧.૫૪% આવ્‍યુ છે.

સમગ્ર ગુજરાત રાજયમાં ૧૦૦% પરિણામ મેળવતી ૨૦૬ શાળાઓ છે. જયારે ૧૦% કરતા ઓછુ પરિણામ મેળવતી શાળા ૭૬ છે. એક વિષયમાં પરિણામ સુધારવાની જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓ ૮૮,૨૦૭ છે. જયારે એ-૧ ગ્રેડ સાથે રાજયના ૪૫૧ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે. એ-૨ ગ્રેડમાં ૮૨૪૫, બી-૧ ગ્રેડમાં ૩૦,૩૦૬, બી-૨ ગ્રેડમાં ૬૩,૨૪૧, સી-૧ ગ્રેડમાં ૮૦,૯૧૨, સી-૨ ગ્રેડમાં ૫૨,૫૯૩, ડી ગ્રેડમાં ૧૯,૬૧૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અન્‍ય પરિણામોની જેમ જ ધો.૧૨ સામાન્‍ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યુ છે. ધો.૧૨ સામાન્‍ય પ્રવાહમાં નિયમિત કુમારોનું પરિણામ ૬૩.૭૧% આવ્‍યુ છે. જયારે નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ ૭૪.૭૮% આવ્‍યુ છે.

સૌરાષ્‍ટ્રમાં રાજકોટ જીલ્લાએ ધો.૧૦ અને ૧૨ની જેમ ધો.૧૨ સામાન્‍ય પ્રવાહના પરિણામમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ કર્યો છે. ધો.૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષા ૨૮,૦૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૭૨ વિદ્યાર્થીઓને એ-૧ ગ્રેડ મળ્‍યો છે. એ-૨ ગ્રેડમાં ૧૦૫૮ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું રાજકોટ જીલ્લાનું પરિણામ એકંદરે ૬૦.૮૪% આવ્‍યુ છે.

(12:35 pm IST)