Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

અમદાવાદ : મેઘાના પધરામણા, ગાજવીજ સાથે ધીમી ધારે થયા અમી છાંટણા

અમદાવાદ તા. ૩૧ : છેલ્લા કેટલાક દિવસથી રાજયમાં લોકોએ સખત ગરમીને કારણે ત્રાહિમામ પોકાર્યો હતો. વાતાવરણમાં સખત બફારો પણ જોવા મળ્‍યો હતો, ત્‍યારે અમદાવાદ-લીંબડી વચ્‍ચે ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ પડ્‍યો હતો. બફારા બાદ વરસાદ થતા ગરમીમાં આંશિક રાહત જોવા મળી હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ઉલ્લેખનીય છે કે દેશની ખાનગી હવામાન આગાહી સંસ્‍થા સ્‍કાયમેટે થોડાક સમય પહેલા આગાહી કરી હતી કે જૂનથી સપ્‍ટેમ્‍બરમાં સામાન્‍ય વરસાદ થવાની ૫૫ ટકા સંભાવના છે. સ્‍કાયમેટે સરેરાશ કરતા ૨૦ ટકા વધારે વરસાદનું અનુમાન કર્યું છે.

સ્‍કાયમેટની આગાહી પ્રમાણે આ વર્ષે પણ સારો વરસાદ થવાની સંભાવના છે. અતિવૃષ્ટીની ૫ ટકા સંભાવના છે, જયારે સરેરાશ કરતા ૨૦ ટકા વધુ વરસાદ પડવાની પણ સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી હતી.

(10:34 am IST)