Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

શિક્ષકોના સંતાનોને ઉચ્‍ચ અભ્‍યાસ માટે મળતી સહાય પર બ્રેક

સરકારને ઝાટકતા કોંગી પ્રવકતા ડો. મનીષ દોશી

અમદાવાદ, તા. ૩૧ : હજારો બાળકોને શિક્ષિણ-દિક્ષિત-પ્રેરિત કરતા શિક્ષકોના સંતાનોને આર્થિક સહાયથી વંચિત રાખતી ભાજપ સરકારે કરેલા અન્‍યાયી પરિપત્ર અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસ પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે, ‘શિક્ષક કલ્‍યાણ રાષ્‍ટ્રીય નિધિ' હેઠળ શિક્ષકોના બાળકોને મેડીકલ-ડેન્‍ટલમાં પ્રથમ વર્ષના અભ્‍યાસમાં જોડાયેલ હોય તેઓને આર્થિક સહાય વર્ષ-ર૦૧૩ થી અપાઇ રહી છે. શિક્ષક કલ્‍યાણ રાષ્‍ટ્રીય નિધિ' હેઠળ શિક્ષકોના સંતાનોને મેડીકલ-ડેન્‍ટલમાં પ્રવેશ મેળવેલ હોય તેઓને કોમ્‍પ્‍યુટર, પુસ્‍તક ખરીદી માટે રૂા. રપ,૦૦૦ની આર્થિક સહાયની જોગવાઇ છે. પણ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તા. ૭-પ-ર૦૧૮ના પરિપત્ર અન્‍વયે શિક્ષકોના બાળકો મેડીકલ-ડેન્‍ટલના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેઓને કોમ્‍પ્‍યુટર, પુસ્‍તકો ખરીદી માટે રૂા.રપ,૦૦૦ની આર્થિક સહાય આપી શકાય તેમ નથી.

કોંગ્રેસ પક્ષના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગ કરી છે કે, કરોડો રૂપિયા ઉત્‍સવો, સ્‍વપ્રસિદ્ધિમાં વેડફાટ કરનાર ભાજપ સરકાર પ્રાથમિક શિક્ષકોના સંતાનોને મળવાપાત્ર આર્થિક સહાય ફંડના અભાવે રોક લગાડવી વજૂદ વગરની વાત કરાય છે. ભાજપ સરકારના આદેશથી પ્રાથમિક શિક્ષણ નિયામકે કરેલ પરિપત્ર તાત્‍કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. શિક્ષકોના સંતાનોને અપાતી સહાય નિયમ મુજબ તાત્‍કાલીક ચૂકવાય.

(10:28 am IST)