Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

અમદાવાદ એરપોર્ટ પરથી 18,50 લાખનું સોનુ કસ્ટમ વિભાગે ઝડપ્યું

અબુધાબીથી આવેલા યુપીના મહોમ્મ્દ સિકંદરની 633,300 ગ્રામના સોનાના બિસ્કિટ સાથે ધરપકડ

 

અમદાવાદઃઅમદાવાદ એરપોર્ટ પરથી અબુધાબીથી આવેલા પ્રવાસી પાસેથી 18,50 લાખની કિંમતનું સોનું ઝડપાયું છે.કસ્ટમ વિભાગે મહોમ્મદ સિકંદર નામનાં પ્રવાસી પાસેથી 4 સોનાનાં બિસ્કીટ ઝડપાયાં હતાં. ઇમિગ્રેશનનાં અધિકારીએ કસ્ટમ વિભાગને અંગે બાતમી આપી હતી.

  જાણવા મળ્યા મુજબ શખ્સે ગ્રીન ચેનલમાંથી નિકળવાનો પ્રયાસ કર્યો હતો. શખ્સનાં લગેજમાં તુટેલુ જંતુનાશકનું મશીન પણ મળી આવ્યું હતું. મશીનમાં 633.300 ગ્રામનાં સોનાનાં બિસ્કીટ મળી આવ્યાં તાં. આશરે રૂપિયા 18.50 લાખની કિમતનાં સોના સાથે શખ્સની ધરપકડ કરાઇ હતી.

 

(9:51 pm IST)