Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

કડીના વડુ ગામમાં પ્રેમલગ્ન મામલે બે જૂથો વચ્ચે હિંસક અથડામણઃ ટોળાઅે ભારે પથ્થરમારો કર્યો અને બે દુકાનોને આગ ચાંપતા નાસભાગ

અમદાવાદઃ કડી તાલુકાના વડુ ગામમાં અગાઉ થયેલા પ્રેમલગ્ન બાબતે બારોટ અને ઠાકોરોના જૂથ વચ્ચે અદાવત ચાલતી હતી. આ અદાવતના કારણે ગઇ મોડી રાત્રે બંને જૂથોએ આમને-સામને આવી જઇ એકાબીજા પર હુમલા કરી પથ્થરમારો કરી બે દુકાનોને આગ ચાંપતા ભારે અફરાતફરી મચી ગઇ હતી અને આખા ગામમાં ભયની લાગણી પ્રસરી ગઇ હતી.

આ બનાવમાં ગંભીર ઇજા પામેલી ચાર વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે તાત્કાલીક પહોંચી જઇ ગામમાં કડક પોલીસ જાપ્તો ગોઠવી પેટ્રોલિંગ શરૂ કરી દીધું.

(7:20 pm IST)
  • પેટાચુંટણી જંગ : બપોરે ૧૨ની સ્‍થિતિ દેશની ૪ લોકસભા બેઠકોની સ્‍થિતિ કૈરાના ભાજપ પાછળ - આરએલડી (૪૧૩૯૧ મતથી આગળ) પાલઘર ભાજપ આગળ ભંડારા - ગોંદિયા એનસીપી આગળ નાગાલેન્‍ડ એનપીએફ (નાગા પીપુલ્‍સ ફ્રન્‍ટ) આગળ access_time 1:07 pm IST

  • રેરાના નવા નિયમો ૧લી જૂનથી અમલી : દરેક બિલ્ડરે રેરામાં રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત : નોંધણી કરાવ્યા વગર અખબારોમાં જાહેરાત નહિં આપી શકાય : ચેરમેન મંજુલા સુબ્રમણ્યમનો આદેશ access_time 5:34 pm IST

  • વાવાઝોડાને કારણે આટકોટમાં પૌરાણિક અંબાજી મંદિર નજીક ડઝનેક વૃક્ષો ધરાસાયી : સાંજે ભારે પવનને કારણે જબરો વંટોળ સર્જાતા આટકોટના પૌરાણિક અંબાજી મંદિરના એકાદ ડઝનથી વધુ વૃક્ષો પડી ગયા છે access_time 8:58 pm IST