Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પાલનપુરના બહુચરગઢમાં આમંત્રણ પત્રિકામાં સિંહ લખતા મુછો કાપવાની ફરજ પાડનાર ૪ શખ્‍સોની ધરપકડ

પાલનપુરઃ પાલનપુરના બહુચરગઢમાં યુવકને ૪ શખ્‍સોઅે મુછો કપાવવાની ફરજ પાડતા આ ચારેય શખ્‍સોની પોલીસે ધરપકડ કરી છે.

આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ આ બાબતે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પણ સરકારે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. પોલીસે ચારેય યુવકોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ધરપકડ કરવામાં આવનાર લોકોના નામ  ભરત ઠાકોર, રાહુલ ઠાકોર, મથુરજી ડાભી છે.

પાલનપુરના એક યુવકનો મૂછ મુંડવાનો વીડિયો વાયરલ થયો હતો. આ સમગ્ર વિવાદ આમંત્રણ પત્રિકામાં પોતાના નામની પાછળ સિંહ લખતા થયો હતો. બાદમાં અમુક અસામાજિક તત્વોએ આ યુવકને અટકાવીને તેની ધમકી આપીને મૂછો મુંડાવવાની ફરજ પાડી હતી.

ઉત્તર ગુજરાતના પાલનપુરના બહુચરગઢ ગામમાં ઠાકોર પરિવારમાં બાબરીનો પ્રસંગ હતો. જેના પગલે બાળકના કાકાએ ભત્રીજાની બાબરીની આમંત્રણ પત્રિકા છપાવી હતી. આ આમંત્રણ પત્રિકામાં તેણે બાળકની નામ પાછળ સિંહ લખ્યું હતું. કાકા જ્યારે ગામમાં આમંત્રણ પત્રિકા વહેંચવા ગયો હતો ત્યારે અમુક સમાજના લોકોને આ પસંદ પડ્યું હતું. આથી પાંચથી છ લોકોએ આમંત્રણ પત્રિકાની વહેંચણી કરનાર યુવકને ઘેરી લે તેને મૂછો મુંડાવવાની ફરજ પાડી હતી.

યુવકની મૂછો મુંડવાનો વીડિયો વાયરલ થયો હતો. અસામાજિક તત્વોએ ધાક અને ધમકી આપીને યુવકને મૂછો મુંડવાની ફરજ પાડી હતી. વીડિયોમાં સાંભળી શકાય છે કે અમાસાજિક તત્વો આ યુવકને ગાળો પણ ભાંડી રહ્યા છે. સાથે તેઓ યુવકની બધી જ પત્રિકા ફરીથી છપાવવાનો પણ આદેશ કરી રહ્યા છે. બાદમાં વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક રેઝર વડે પોતાની મૂછો કાઢી રહ્યો છે. આ બનાવ અંગે યુવકના પરિવારે પાલનપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

(4:49 pm IST)