Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લવાણા ગામે રહેતાં વાદી પરિવારોને બે ટંક ભોજનના ફાંફા : જૈન સમાજની દીકરી મદદે પહોચી:કરિયાણાનું કર્યું વિતરણ

સમગ્રભારતભરમાં લોકડાઉનના ચુસ્ત સૂચનાના પગલે શહેર સહિત ગામડાઓમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવા મહામારીના સમયમાં ગરીબ પરિવારોની હાલત કફોડી બનતા સેવાભાવી લોકો તેમને મદદરૂપ થાય છે. ત્યારે લાખણી તાલુકાના લવાણા ગામે રહેતાં ગરીબ વાદી પરિવારોને બે ટંક ભોજનના સાસા પડતા સ્વાતિ જૈન સમાજની

દીકરી દ્વારા પંદર દિવસ માટેનું કરિયાણું વિતરણ કર્યું હતું, તેમજ જૈન દિકરી જે થરાદ ખાતે બ્યુટી પાર્લર ચલાવે છે ત્યારે ગરીબ વાદી પરિવારને ખાધ્ય કરિયાણું વિતરણ કરી ઉદારતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લોકડાઉન ગરીબ લોકો માટે કઠણાઈરૂપ સાબિત થાય છે ત્યારે આવા અનેક સેવાના કર્મનિષ્ઠ લોકો મદદરૂપ થવાથી ગરીબ પરિવારોને બે ટંક રંધાતો ઘરનો ચૂલો પ્રગટાવતા હોઈ સેવાભાવી લોકો ધન્યવાદને પાત્ર બને છે, જોકે વાદી પરિવારોને કરિયાણું તેજપાલભાઈ એ કીટનું વિતરણ કર્યું હતું

(12:32 am IST)