Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લોકડાઉન વચ્ચે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી 8 લોકો ગૂમ:કપરા સમયે પરિવારજનો ચિંતાતુર બન્યા

સુરત : લોકડાઉંનના સમયગાળામાં સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી 8 મહિલા પુરુષો અચાનક ગુમ થઇ જતા પરિવારજનો ઉપર નવી આફત આવી પડી છે.

પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ કપરા સંજોગોમાં તેમને ગુમ થયેલા પરિજનની ચિંતા ઘેરી બની છે લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં જ રહી પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે તેવા સમયે સુરતના કેટલાક પરિવારો એક નવી જ તકલીફમાં મુકાયા છે. જનતા કરફ્યુ શરૃ થયું ત્યારથી એટલેકે ગત 24 માર્ચથી આજદિન સુધીમાં સુરતના વરાછા, લીંબાયત, પાંડેસરા, કાપોદ્રા, લાલગેટ, ચોકબજાર વિસ્તારમાંથી 3 યુવતી, 2 યુવાન, 2 મહિલા અને 1 વૃદ્ધ ગુમ થઇ ગયાની ફરિયાદ તેમના પરિવારજનોએ જે તે પોલીસ મથકમાં નોંધાવી છે. મોટાભાગના વ્યક્તિ પોતાના ઘરે કહ્યા વિના ચાલ્યા જતા પરિજનો આ કપરા સમયમાં કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે.

જયારે લાલગેટ પોલીસ મથકની હદમાં એક વૃદ્ધ 22 મી ની સાંજે ફૂલવાડી આંટો મારવા જાઉં છું કહી નીકળ્યા બાદ ગુમ થઇ ગયા હતા. તમામ ગુમ થયેલાના પરિવારજનોએ શરુઆતમાં પોતાની રીતે ઘરેથી જ તેમની તપાસ કરી હતી. પરંતુ તેમની ભાળ નહીં મળતા છેવટે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે પણ આવી સ્થિતિમાં તેમની તપાસ કરી હતી. પોલીસે તે વ્યક્તિની કોલ ડિટેઇલ, મોબાઈલ ફોન સાથે હોય તો તેનું લોકેશન ટ્રેસ કરી તેમની ભાળ મેળવવા પ્રયાસ કર્યા છે. પરંતુ તેમાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી. પરિણામે ગુમ થયેલા વ્યક્તિઓના પરિવારજનોને તે ચિંતા થઇ રહી છે

(12:28 am IST)