Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોનાના કહેર વચ્ચે મહિલા તલાટીએ નોંધાવી વડગામના ટીડીઓ સામે ફરિયાદ : ગંભીર આક્ષેપ : પંથકમાં ચકચાર

કારાના કફૉ્ર વચ્ચ વડગામના ટીડીઓએ મહિલા તલાટી પાસે બિભત્સ નાણાંની માંગ કરવાનો ગંભીર આરોપ સામે આવતાં ચોકાવનારી ઘટનાથી ચકચાર મચી જવા પામી છે કોઈને મદદરૂપ થવાના બદલે નાણાં પડાવવાના ઈરાદાથી વડગામ ટીડીઓ એ મહિલા તલાટી પાસે માંગણી કરતાં મહિલા તલાટીએ તેના વિરૂદ્ધ ફરિયાદ ઠપકારી દીધી હતી, જોકે વોટસઅપ પર મહિલા તલાટીનો પગાર કાપી દેવાની ટીડીઓ એ.એચ. પરમારે ધમકી આપી હોવાનો દાવો કર્યો છે.

વારંવાર ઓનલાઈન પજવણીથી કંટાળેલી મહિલા તલાટીએ આખરે ફરિયાદ કરવાનો રાહ અજમાવ્યો છે, તેમજ વડગામ ઉપરાંત છાપીમાં પણ ટીડીઓ સામે ફરિયાદ નોંધાણી હોવાના ભણકારા વાગી રહ્યાં છે, ત્યારે વડગામના ટીડીઓ સામે મહિલા તલાટીએ લાલ આંખ કરી કાયદાનું દ્વાર ખખડાવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે, જોકે આ મામલે તલાટી આગેવાનો બનેલ સમગ્ર મામલો દબાવવા દોડધામ કરતા હોવાની તેમજ વડગામ ટીડીઓ પણ એટ્રોસીટીનું હથિયાર મહિલા તલાટી સામે પ્રયોગ કરવાની તૈયારીમાં હોય તેવી ચર્ચાઓ ચર્ચાસ્પદને એરણે આવતી હોઈ આ મામલે શું કાર્યવાહી હાથ ધરાશે એજ મહત્વનું રહ્યું.

(12:31 am IST)